ખેલમહાકુંભમાં દિવ્યાંગોની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ

0
350

ગાંધીનગરમાં સેક્ટર-૧૬ અંધશાળા ખાતે ગાંધીનગર જિલ્લા કક્ષાની દિવ્યાંગો માટેની ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મંત્રી ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા રમત-ગમત અધિકારી વી. બી. દંતા, આઈએએસ જેનું દેવન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. ખેલમહાકુંભમાં જિલ્લામાંથી ૧૫૦ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જેમાં ચેસ, દોડ, લાંબી કૂદ, ચક્ર ફેક, ગોળા ફેંક, બરછી ફેંક જેવી રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈને દિવ્યાંગ ખેલાડીઓએ ૭૨ જેટલા ઈનામો જીત્યા હતા. જેમાંથી અંધશાળા ગાંધીનગરને ૨૪ ઈનામો પ્રાપ્ત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here