ગુજરાતના ૪ શહેરોમાં રિયૂઝ વોટર પ્લાન્ટ સ્થપાશે

1553

સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીઝના ગંદા પાણીને શુધ્ધ કરવા માટે ચાલતા એસટીપી (ગટરનું ગંદા પાણીને શુધ્ધ કરવાનો પ્લાન્ટ) થતા શુધ્ધ પાણીને રીયુઝ કરવા માટે સરકારે ટ્રીટેડ વેસ્ટ વોટર રિયુઝની નીતિ બનાવી છે.

આ પાણી અત્યારે ખુલ્લી જગ્યામાં કે નદીમાં વહેવડાવી દેવામાં આવે છે, પરંતુ હવે તેનો રિયુઝ કરવા માટે રાજયમાં પ્રથમ ચાર શહેર ગાંધીનગર, જામનગર, વડોદરા અને સુરતમાં ઉપરાંત ૧૦ નગરપાલિકા ધરાવતા શહેરોમાં રિયુઝ વોટર યોજનાનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. જામનગર, વડોદરામાં દસ દિવસમાં અને વડોદરા, સુરતમાં એકાદ મહિનામાં યોજનાનો અમલ કરવાની પ્રક્રિયા આરંભાશે.

રીયુઝ વોટર ઉદ્યોગોને, વ્યાપારી એકમોને રૂ. ૧૦ થી૧૨ પ્રતિ એક હજાર લીટર સસ્તું પડશે. હાલમાં ઉદ્યોગોને પ્રતિ એક હજાર લીટર રૂ. ૩૬ના ભાવે શુધ્ધ પાણી આપવામાં આવે છે.ટ્રીટેડ વોટર પ્રતિ એક હજાર લીટર રૂ. ૨૦ થી ૨૫ ના ભાવે અપાશે તેમ પાણી પુરવઠા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

આ પાણી ઉદ્યોગો તેમના ઉત્પાદન કાર્યમાં વાપરે છે. કેટલાક શહેરોમાં નર્મદાનું પાણી પણ અપાય છે, જે બંધ કરીને પછી ટ્રીટેડ વોટર અપાશે. ગાંધીનગરમાં ૧૨ કિમી પાઇપ લાઇન નાખી થર્મલ પાવર સ્ટેશનને પાણી અપાશે. જામનગરમાં ૩૫ કિમી પાઇપલાઇન નાખી રીલાયન્સ, એસ્સારને પાણી અપાશે. વડોદરામાં ૧૦ કિમી પાઇપ લાઇન નાખી આઇપીસીએલ, જીએસએફસીને પાણી અપાશે. સુરતમાં ૨૫ કિમી પાઇન લાઇન નાખી હજીરાના ઉદ્યોગોને પાણી અપાશે.

આ શહેરો પછી તબક્કાવાર પોરબંદર, કચ્છમાં ગાંધીધામ, મોરબી, થાનગઢ, વ્યારા, સોનગઢ,વાપી,અંકલેશ્વર અને નવસારી જેવા નગરપાલિકા વિસ્તારમાં પણ પાણીને રીયુઝ કરવાના પ્લાન્ટ નખાશે.

Previous articleચૂંટણી યાદીમાં છબરડાં, ૧ પુરુષને ૭ વખત મહિલા તથા પુરુષની યાદીમાં સમાવેશ
Next articleભારે વિરોધ વચ્ચે સ્કુલોમાં નવરાત્રિ વેકેશનનો પ્રારંભ