ગઢડા, ઢસા પોલીસ દ્વારા ઈંગ્લીશ દારૂનો નાશ કર્યો

1203

ગઢડા અને ઢસા પોલીસ દ્વારા અલગ અલગ પ્રોબીહેશન હેઠળ ગુન્હામાં પકડેલ ઈગ્લીશ દારૂની બોટલોનો કરવામાં આવ્યો નાશ ગઢડાના ઢસા રોડ પર આવેલ ખુલા મેદાનમાં દારુની બોટલ નાસ કરાઈ ડી.વાય.એસપી, પ્રાત અધિકારી, મામલતદાર અને ગઢડા -ઢસા પોલીસના પી.એસ.આઈ  હાજર રહ્યા હતાં.

બોટાદ જિલાના ગઢડા તેમજ ઢસા પોલીસ  દ્વારા અલગ અલગ પ્રોબીહેશન હેઠળ ગુન્હામાં ઈગ્લીશ દારૂ પકડાય ના ગુન્હા દાખલ થાય છે. ત્યારે ગઢડા અને ઢસા પોલીસ દ્વારા છેલા ૨ વર્ષ માં પકડેલ ઈગ્લીશ દારુના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. ગઢડા કોર્ટમાં મજુરી લેવામાં આવેલ જે અનુંસધાને આજે ગઢડાના ઢસા રોડ પર બોટાદ ડી.વાય.એસપી પટેલ, પ્રાત અધિકારી, મામલતદાર તેમજ અન્ય પોલીસ સ્ટાફની હાજરીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો .જેમાં ગઢડા પોલીસની ૧૪૫૯ બોટલ અને ઢસા પોલીસની ૩૭૬ બોટલ એમ કુલ મળી ૧૮૦૦ બોટલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

Previous articleભંડારિયા બહુચરાજી મંદિરે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ
Next articleસ્વાઈનફલુથી આધેડનું મોત