પોલીસ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા રંગતાળી મહોત્સવનો પ્રારંભ

0
1020

સુરક્ષા સેતુ સોસાયટી અને જીલ્લા પોલીસ ભાવનગર દ્વારા લોક ભાગીદારીથી નવાપરા પોલીસ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા રંગતાળી મહોત્સવ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો પ્રારંભ આજે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, કલેકટર હર્ષદ પટેલ, કમિશ્નર એમ.એ. ગાંધી, એસ.પી. પી.એલ.માલ, ડીવાયએસપી મનિષ ઠાકર, એલસીબી સહિત તમામ ડિવીઝનના પીઆઈ, પીએસઆઈ સહિતે માતાજીની સામુહિક આરતી સાથે કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે જીતુભાઈ વાઘાણી સહિત આગેવાનોએ નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી હતી. અને અહીંં ભય વિના સુરક્ષા સાથે ખેલૈયાઓ રાસ-ગરબે રમી શકશે તેમ જણાવેલ. આજે પ્રથમ દિવ્સે શુકન મ્યુઝીકલ ગૃપના સથવારે અત્યાધુનિક ઓરકેસ્ટ્રા, સાઉન્ડ લાઈટના સથવારે ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રી દરમ્યાન દરરોજ વિવિધ કલાકારો તથા અલગ-અલગ મ્યુઝીકલ ગૃપના સથવારે ખેલૈયાઓ રાસ-ગરબે રમશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here