ભારતની પ્લેબેક સિંગર ચિનમયીએ મલિંગા પર જબરદસ્તી કરવાનો આરોપ મૂક્યો

1124

યૌન શૌષણની વિરૂદ્ધ ચાલી રહેલા ઈંદ્બીર્ંર્ અભિયાનમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા બાદ ઈંદ્બીર્ંર્ ની લપેટમાં વધુ એક ક્રિકેટરનું નામ સામે આવ્યું છે. શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગા પર ભારતની પ્લેબેક સિંગર ચિનમયી શ્રીપદાએ આરોપ લગાવ્યો છે. ટિ્‌વટર પર એક પોસ્ટના માધ્યમથી શ્રીપદાએ એક અજાણી યુવતીની વાત સામે રાખી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેટલાક વર્ષો પહેલા આઈપીએલ દરમિયાન મુંબઈની એક હોટલમાં મલિંગાએ એક યુવતી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી.

તેણે ટિ્‌વટર પર નિવેદન શેર કર્યું તેમાં લખ્યું છે, હું પોતાનું નામ સામે નથી લાવવા માંગતી. કેટલાક વર્ષો પહેલા આઈપીએલ દરમિયાન મુંબઈની એક હોટલમાં પોતાની એક મિત્રને શોધી રહી હતી. અચાનક મલિંગ મળ્યો અને કહ્યું મારી મિત્ર તેના રૂમમાં છે. હું ત્યાં પહોંચી તો ત્યાં કોઈ નહોતું. મલિંગાએ મને બેડ પર ધક્કો માર્યો અને મારા પર સુઈ ગયો. મે પોતાને છોડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ હું નિષ્ફળ રહી હતી. ત્યારે ડોરબેલ વાગી અને હોટલનો સ્ટાફ રૂમમાં આવ્યો. મે તેનો ફાયદો ઉઠાવ્યો અને વોશરૂમમાં જતી રહી. ત્યારબાદ હું રૂમમાંથી બહાર નિકળી ગઈ. મને ખબર છે કે લોકો કહેશે કે તે પ્રખ્યાત વ્યક્તિ છે અને મારી મરજીથી ગઈ હતી.

મલિંગાએ આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રીયા નથી આપી પરંતુ સોશિયલ મીડિયા પર ચિનમયી શ્રીપદાનું આ ટ્‌વીટ વાયરલ થઈ રહ્યું છે.

Previous articleપૃથ્વીની તુલના ન કરો, તેને ક્રિકેટર તરીકે વિકસિત થવા દો : કોહલી
Next articleભારત-વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ