૧૭ વર્ષીય સગીરા પરીક્ષા આપી ઘરે આવતા ટ્રક નીચે કચડાઈ : આખરે મૃત્યુ

1084

ગાંધીનગર રોડ પર ચાર દિવસ અગાઉ ૧૭ વર્ષીય સગીરા કોલેજમાંથી પરીક્ષા આપી અને એક્ટીવા પર ઘરે પરત ફરી રહી હતી, ત્યારે સામેથી આવી રહેલી આઇસર ટ્રક નીચે તેનું એકટીવા સ્કૂટર ઘૂસી જતાં તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે અમદાવાદ ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયુ હતુ.

ગાંધીનગર રોડ પર વિનાયક સોસાયટીમાં રહેતા કરસનદાસ રાવલની ૧૭ વર્ષીય પુત્રી કોમલ, જે માણસા કોલેજમાં અભ્યાસ કરતી હતી અને સવારે તેની પરીક્ષા હોય એકટીવા લઈને કોલેજ ગઈ હતી અને પરીક્ષા આપીને પરત ઘરે ફરી રહી હતી. ત્યારે કોઈ રીતે બેધ્યાન થતા સામેથી આવી રહેલ આઇશરટ્રકમાં આગળના ભાગે સીધુ એકટીવા ઘૂસી ગયું હતું અને તેને બંને પગે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી અને ત્રણ દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા આખરે મંગળવારે સાંજે તે જિંદગીનો જંગ હારી ગઇ હતી.

Previous articleઅમિતાભના જન્મદિન ઉપર કરોડો ચાહકની શુભકામના
Next articleભોળાભાઈ પટેલ કોલેજમાં હેન્ડ્‌સ ઓન વર્કશોપ યોજાયો