ગંગા માટે સતત આમરણાંત ઉપવાસ કરી રહેલ સ્વામી સાનંદનું નિધન

638

ગંગાની અવિરલતા અને નિર્મલતાને જાળવી રાખવા માટે વિશેષ એક્ટ પાસ કરાવવાની માંગને લઇને આમરણ અનશન કરી રહેલાં સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદનું આજે બપોર બાદ એમ્સ ઋષિકેશમાં નિધન થઇ ગયું. એમ્સનાં જનસંપર્ક અધિકારી હરીશ થપલિયાલે આ વાતની પુષ્ટિ કરી છે. ડૉક્ટરોનાં કહેવા મુજબ નબળાઇ અને હાર્ટ એટેકથી સ્વામી સાનંદનું નિધન થયું છે.

બુધવારનાં રોજ સ્વામી સાનંદને એમ્સ ઋષિકેશમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. સતત ૧૧૪ દિવસથી અનશન પર બેઠેલા સ્વામી સાનંદે મંગળવારનાં રોજ જળત્યાગ પણ કર્યો હતો. સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદ ૨૨ જૂને ગંગા માટે કાયદો બનાવવાની માંગને લઇને અનશન પર હતાં.

તમને જણાવી દઇએ કે સાંસદ રમેશ પોખરિયાલ નિશંક જોડે વાર્તા વિફલ થયા બાદ મંગળવારનાં રોજ તેઓએ જળ પણ ત્યાગી દીધું હતું. બુધવારનાં રોજ પૂર્વ નિયોજિત કાર્યક્રમ અનુસાર બપોરનાં ૧૨ઃ૩૦ કલાકે પોલીસ બળ માતૃસદન પહોંચ્યું હતું.

ત્યાર બાદ સિટી મેજિસ્ટ્રેટ અને કનખલ સીઓ માતૃસદન પહોંચ્યાં અને આશ્રમમાં ધારા ૧૪૪ લગાવવાની વાત કરી. આનાં પર સ્વામી શિવાનંદ ભડક્યાં અને આશ્રમમાં ધારા ૧૪૪ લગાવવી એ નિયમો વિરૂદ્ધ કહ્યું. ત્યાર બાદ સિટી મેજિસ્ટ્રેટે સ્વામી શિવાનંદને સ્વામી સાનંદને લઇ જવાની પરવાનગી માંગી.

સિટી મેજિસ્ટ્રેટનાં આગ્રહથી સ્વામી શિવાનંદ માની ગયાં. પરંતુ સ્વામી સાનંદે જવા માટે સ્પષ્ટપણે ના કહી દીધી. જો આ મામલે સિટી મેજિસ્ટ્રેટ સહિત પોલીસ બળ તેઓને જબરદસ્તી ઉઠાઇ ગયા અને એમ્બ્યુલન્સમાં બેસાડીને એમ્સ ઋષિકેશમાં ભરતી કરી દીધાં હતાં.

Previous articleહત્યાના મામલામાં રામપાલ આખરે અપરાધી કરી દેવાયા
Next articleકાર્તિ ચિદમ્બરમની ૫૪ કરોડની સંપત્તિ જપ્ત થઈ