અનિલ કુંબલેએ લોન્ચ કર્યું પાવર બેટ

1008

પ્રખ્યાત ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા અનિલ કુંબલેએ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ ’સ્પેક્ટાકોમ ટેક્નોલોજીસ’ના આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (આઈએસ)થી સજ્જ બેટ લોન્ચ કર્યું છે. જેમાં દરેક રમતો અને દરેક શોટના આંકડાઓને એકઠાં કરીને એનાલિસિસ કરી શકાશે. કુંબલેની કંપનીએ માઇક્રોસોફ્ટ સાથે મળીને આ બેટને બનાવ્યું છે. જેને પાવર બેટ નામ આપ્યું છે.

પાવર બેટ ખુબ જ હલકું અને માઇક્રોસોફ્ટ અઝુર સ્ફેયર ક્લાઉડ પ્લેટફોર્મ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (એઆઇ) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) સર્વિસથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે, એનાથી ક્રિકેટરોને રમવામાં સુધારો આવશે. આમાં એક એવી પીચ લાગેલી છે. જે ક્રિકેટર્સની રમવાની રીતને દર્શાવશે અને આંકડોઓને એકત્રિત કરશે.

કંપની પ્રમાણે ખેલાડીઓ બોલને બેટથી હિટ કરશે તો આ બેટમાં લાગેલી ચીપ તેની સ્પીડ, બેટ ઉપર બોલ પડવાથી ટિ્‌વસ્ટ, બેટના વિલોની સ્વીટ સ્પોટથી બોલને વાગ્યા પછી શોટની ક્વોલિટી સહિત જાણકારીઓ એકત્ર કરશે.

આ ચીજોના માપવાના એક અલગ યુનિટમાં કન્વર્ટ કરી શકાશે જેનાથી પાવર સ્પેક્સ કહેવાશે. આ ડેટાને સિક્યોર રીતે કેપ્ચર કરવામાં આવશે. બેટના લોન્ચિંગ દરમિયાન કંબુલેએ કહ્યું હતું કે, અમારો હેતું માત્ર રિયલ ટાઇમ સ્પોટ્‌ર્સ એનાલિટિક્સનો ઉપયોગ કરીને પ્રશંસકોને જોડવાનું છે. અને રમતને તેમની નીજક બનાવી રાખવાનું છે. સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરવાનું છે કે, ઉપયોગમાં લેવામાં આવતી ટેક્નોલોજીને રમતને બાધિત ન કરે.

Previous articleહૈદરાબાદ ટેસ્ટ : વિન્ડિઝના ૭ વિકેટે ૨૯૫
Next articleબાળકોની નવરાત્રી અને ગબ્બરની મજા