યુગાન્ડામાં ભારે વરસાદ અને પૂરના કારણે ૩૧ લોકોનાં મોત

1034

ઇસ્ટ યુગાન્ડામાં રાત્રે આવેલા ભારે વરસાદના કારણે પૂર અને જમીન ધસી પડતાં ૩૧ લોકોનાં મોત થયા છે. ડિઝાસ્ટર પ્રેપરેડનેસ માર્ટિન ઓવોરના જણાવ્યા અનુસાર, પૂરનાં કારણે ૩૧ લોકોનાં મોત થયા છે. ગુરૂવારે આવેલા ભારે વરસાદના કારણે બુડુદા ડિસ્ટ્રિકમાં બુકાલાસી ટાઉનની નદીમાં વોટર લેવલ વધી જતાં પૂર આવ્યું હતું. પૂર અને ભારે વરસાદના કારણે ચારથી પાંચ ગામડાંઓની પ્રાથમિક શાળાની બિલ્ડિંગો પણ પડી ગઇ હોવાનો અંદાજ છે.

યુગાન્ડા રેડ ક્રોસ સ્પોક્સપર્સને વોટ્‌સએપ પર જમીન ધસી પડવાના અને પૂરની તસવીરો શૅર કરી હતી. હાલ કેટલાંક મૃતદેહોને કેળના પાંદડાથી ઢાંકીને રાખવામાં આવ્યા છે.પ્રેસિડન્ટ યોવેરી મુસવેનીએ ટ્‌વીટ કરી હતી કે, બુડુદા જિલ્લામાં પૂરના કારણે થયેલી જાનહાનિના સમાચાર મળ્યા છે. મૃતકોના પરિવાર માટે હું સહાનુભૂતિ દાખવું છું.

ગવર્મેન્ટ પ્રભાવિત વિસ્તારો સુધી પુરતી મદદ અને રેસ્ક્યૂ ટીમ મોકલાવી દીધી છે.

બુડુદા ડિસ્ટ્રિક માઉન્ટ એલ્ગનની તળેટીમાં આવેલું છે. જે યુગાન્ડા અને કેન્યાની બોર્ડરની વચ્ચે છે. આ પૂર અને જમીન ધસી પડવાના હાઇ રિસ્ક એરિયામાં છે.

Previous articleવેજિટેરિયન બનવા માટે દરેક જણને ન કહી શકાય
Next articleજાતિય શોષણ : મી ટુ મામલાની તપાસ માટે આખરે કમિટિ બની