ભાવેણાના શિવાંગ બી. વ્યાસને બેસ્ટ કાર્ટુનીંગ એવોર્ડથી નવાજાયો

750

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા યોજાયેલ ઈન્ટર કોલેજીયટ યુથ ફેસ્ટીવલ ર૦૧૮-૧૯માં ભાવનગરના ઉભરતી યુવા પ્રતિભા ધરાવતા શિવાંગ બી. વ્યાસને રાજ્યના કેબીનેટ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ખાસ કાર્ટુનીંગ એવોર્ડ એનાયત કરાયો છે. સીવીએમ કોલેજના ઓફ ફાઈન આર્ટસ, વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતો શિવાંગ નાનપણથી જ કાર્ટુન બનાવવાની કળા ધરાવે છે. સ્થાનિક અખબારો તથા સંસ્થાઓ દ્વારા પણ અવારનવાર તેની આ કલાને બિરદાવવામાં આવી છે તેણે મેળવેલા આ કાર્ટુનીંગ એવોર્ડ દ્વારા તેણે સમગ્ર ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે.

Previous articleઘુમતો ઘુમતો જાય આજ માંનો ગરબો ઘુમતો જાય… રાજ્યમાં નવરાત્રિની મોજ
Next articleડો.સવિતાબેન વાઘેલાનું વ્યાખ્યાન યોજાયું