ઈમરાન ખાને પણ મોદીના પગલે પાક.માં ‘સ્વચ્છતા અભિયાન’ શરૂ કર્યું

731

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ક્લીન એન્ડ ગ્રીન પાકિસ્તાન ઇનીશિએટીવની શરૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, આગામી પાંચ વર્ષોમાં પાકિસ્તાને યુરોપથી પણ વધારે સાફ કરવાની શપથ ગ્રહણ કરું છું. તેમણે શનિવારે ઔપચારિક રીતે આ પ્રોગ્રામની શરૂઆત કરી છે. આ દરમિયાન તેમણે શાળાના બાળકોની સાથે ઝાડું ઉઠાવીને સ્વચ્છતા કાર્યક્રમની શરૂઆત કરી હતી. હવે લાગી રહ્યું છે કે તેઓ ભારતના પીએમ નરેન્દ્ર મોદીના માર્ગે ચાલી રહ્યા છે.

સ્વચ્છતા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા તેમણે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગથી પ્રભાવિત દેશોમાં પાકિસ્તાન સાતમાં નંબરે છે. જ્યારે લાહોર સૌથી વધારે પ્રદૂષણ કરનારા શહેરોમાં સામેલ છે. યુરોપમાં સહેજ પણ ગંદકી નથી. પરંતુ આપણા દેશમાં લોકો બધી જ જગ્યાએ ગંદકી ફેલાવી રહ્યા છે અને પોતાના ભવિષ્યને જાણી-જોઇને ખતમ કરી રહ્યા છે.

પ્રદૂષણ કોઇ પણ માણસના જીવનના ૧૧ અમૂલ્ય વર્ષો ઘટાડી દે છે. આપણે પાકિસ્તાનના લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતી લાવીને દેશને સ્વચ્છ બનાવવાની જરૂર છે. ખાને જણાવ્યું કે, સમગ્ર દેશમાં ૧૦ અબજ વૃક્ષો લગાડવાનો લક્ષ્ય છે. આવનારા વર્ષોમાં આપણે અન્ય દેશો માટે એક ઉદાહરણ પુરું પાડીશું. ૬૬ વર્ષીય ઇમરાન ખાને ટ્‌વીટર પર પાકિસ્તાનના યુવાધનને સંબોધિત કરતા તેમને સ્વચ્છતા અભિયાનમાં સામેલ થવા જણાવ્યું હતું . તેમણે લખ્યું કે, આજે મેં ક્લીન ગ્રીન પાકિસ્તાન ઇનિશિએટિવની શરૂઆત કરી છે. આગામી પાંચ વર્ષોમા દેશની હવા, નદીઓ અને ભૂમીને સ્વચ્છ કરવાનો લક્ષ્ય છે આ સાથે વધુમાં વધું વૃક્ષો વાવીને પાકિસ્તાનને ગ્રીન પાકિસ્તાન બનાવવું છે.

Previous articleનરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના CM હતાં ત્યારે ૧૪ વર્ષમાં ક્યારેય તોફાન થયા નથી
Next articleઆફ્રિકન દેશ મલાવીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા લગાવવા સામે વિરોધ