છત્તીસગઢમાં કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : એક જ પરિવારના ૧૦ લોકોના મોત

892

છત્તીસગઢના રાજનંદગાંવમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં, ૯ લોકોનાં મોત થયા છે, જ્યારે ૩ લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે ડોંગરગઢ જઇ રહેલી કાર હાઇવે પર ટ્રક સાથે અથડાઈ હતી. આ કારમાં એક જ પરિવારના ૯ લોકોનાં મોત થયાં હતા. આ ઘટના ત્યારે બની જ્યારે કાર ટ્રકને ઓવરટેક કરી રહી હતી.નવરાત્રિના કારણે આ હાઇવે વન-વે હતો.  ઇજાગ્રસ્ત લોકોને મનકી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માત બાદ રોડ પર ચક્કાજામ થઇ ગયો હતો. હાલ અન્જોરા બાય પાસેને બંધ કરવામાં આવ્યો છે.જાણવા મળી રહ્યું છે કે બંને વાહનો નેશનલ હાઇવે મુંબઇ પરથી ખૂબ ઝડપથી પસાર થઇ રહ્યાં હતા. આ ઘટના એટલી ભયાનક હતી કે કારમાં સવાર દુર્ગા જિલ્લાના ભિલાઇના રહેવાસી એક જ પરિવારના ૯ લોકોનાં મોત થઇ ગયા હતા.  આ  તમામ લોકો ડોંગરગઢના માતા બમ્લેશ્વર ટેમ્પલથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ ઘટના બાદ રસ્તા પરથી પસાર થતા લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

જાણકારી મળ્યા બાદ તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી અમ્બ્યુલન્સ પહોંચી ગઇ હતી અને મૃતકોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

Previous articleભાજપ-શિવસેના લોકસભા ચૂંટણી સાથે મળીને લડી શકે
Next articleઆજે વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય ઓઈલ કંપનીઓના સીઈઓ સાથે ચર્ચા કરશે