#MeToo મામલે મંત્રી અકબરને રાજીનામું આપવા પ્રેશર

1038

યૌન શોષણના આરોપનો સામનો કરી રહેલા કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે રાજીનામું આપી દીધાના સમાચાર છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રી એમ.જે.અકબરે ઇ-મેઇલ કરીને પોતાનું રાજીનામું આપી દીધું છે. અકબર મોદી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી છે. તેઓ રવિવારે સવારે જ વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજીનામું આપ્યા બાદ તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મળવા માટેનો સમય માંગ્યો છે.

નાઇજીરીયાના પ્રવાસેથી પરત ફરેલી મંત્રી અકબરે પ્રિન્સિપાલ સેક્રેટરી ન્રૂપેન્દ્ર મિશ્રાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈંસ્ીર્‌ર્ ચળવળ હેઠળ વિવિધ મહિલાઓએ મંત્રી સામે કરેલી શારીરિક શોષણની ફરિયાદ બાદ મંત્રીનો પક્ષ લેવાનું કામ મુશ્કેલી બની ગયું હતું. મંત્રી સામે સાહિત્ય, મનોરંજન, પત્રકારત્વ, જાહેરાત, વગેરે ક્ષેત્રની મહિલાઓએ આક્ષેપ લગાવ્યા છે. સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે અન્ય મંત્રીઓ સતત એવી ફરિયાદ કરી રહ્યા હતા કે તેમને જાહેર કાર્યક્રમોમાં એમ.જે. અકબર અંગે સવાલ પૂછવામાં આવી રહ્યા છે.અકબર પર સૌ પહેલા પ્રિયા રામાની નામની પત્રકારે આક્ષેપ લગાવ્યો હતો. ગયા વર્ષે એક મેગેઝિમાં એમ.જે. અકબરનું નામ લીધા વગર તેણીએ એક લેખ લખ્યો હતો.

ગયા અઠવાડિયે પ્રિયાએ જાહેરાત કરી હતી લેખમાં જે વ્યક્તિની ઓળખ છૂપાવવામાં આવી હતી તે એમ.જે.અકબર હતા.

નોંધનીય છે કે એમ.જે અકબર બીજેપી તરફથી રાજ્યસભાના સભ્ય તેમજ  કેન્દ્રમાં રાજ્ય વિદેશ મંત્રી છે. રાજકારણ પહેલા તેઓ પ્રસિદ્ધ અખબાર ધ ટેલિગ્રાફ, એશિયન એજ અને ધ સન્ડે ગાર્ડિયન જેવા અખબારના તંત્રી રહી ચુક્યા છે.

મોદી કેબિનેટના કદ્દાવર સભ્ય પર લાગેલાં આરોપો પછી સરકાર અને ભાજપ બેકફુટ પર છે. ૧૨ ઓક્ટોબરે અમિત શાહને આ અંગે સવાલ પૂછાયો તો તેઓએ કહ્યું કે જોવું પડશે કે આરોપો સાચા છે કે ખોટા. અમિત શાહે કહ્યું હતું કે પોસ્ટની સાત્યતાની તપાસ પણ જરૂરી છે, જેમના દ્વારા આરોપો લગાવવામાં આવ્યાં છે. જો કે બાદમાં તેઓએ એમ પણ કહ્યું હતું કે આ અંગે વિચારીશું.

Previous articleઆજે વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય ઓઈલ કંપનીઓના સીઈઓ સાથે ચર્ચા કરશે
Next articleતિતલી તોફાનને પગલે કૃષિને આંધ્ર પ્રદેશમાં ૧,૮૦૦ કરોડ રૂપિયાનું નુક્સાન