સફળતા વચ્ચે તમારી પ્રતિભાને બોલવા દેવી જોઇએ : વરુણ

1008

આગેવાન અભિનેતા વરુણ ધવને કહ્યું હતું કે મેઇનસ્ટ્રીમ ફિલ્મોમાં કામ કરનારા કલાકારે ઘણું બધુ જતું કરવાની તૈયારી રાખવી પડતી હોય છે.

’હું મોટે ભાગે મેઇન સ્ટ્રીમ અને પેરેલલ બંને વચ્ચે સમતુલા જાળવવાનો ભરપુર પ્રયાસ કરતો રહ્યો છું. એ વિશે અગાઉ પણ કહી ચૂક્યો છું. બધી જાતની ફિલ્મો ઓડિયન્સને ગમતી હોય છે. તમારે કઇ ફિલ્મ કરવી અને કઇ ન કરવી એ તમારી પસંદ હોય છે. એક વાત છે કે મેઇનસ્ટ્રીમ ફિલ્મોમાં કામ કરતી વખતે ઘણું જતું કરવું પડે છે એવું હું સમજ્યો છું’ એમ વરુણે કહ્યું હતું.

તાજેતરમાં રજૂ થયેલી એની યશ રાજ નિર્મિત ફિલ્મ સુઇ ધાગા બિનપરંપરાગત કથા ધરાવતી હતી અને છતાં સારી સફળતાને વરી હતી.આ ફિલ્મ એવી હતી જેમાં વરુણ અને અનુષ્કા શર્મા બંનેએ નોન-ગ્લેમરસ રોલ કર્યા હતા અને છતાં ઓડિયન્સને આ ફિલ્મ ગમી હતી.

વરુણે કહ્યું કે મેં બદલાપુર ફિલ્મ સ્વીકારી ત્યારે પણ મને ઘણાએ કહ્યું હતું કે આવી ફિલ્મ તારે ન કરવી જોઇએ. હું જુદી રીતે વિચારું છું. ઓડિયન્સને ગમે એવી કોઇ પણ ફિલ્મ કરવાની મારી તૈયારી હોય છે. દરેક પ્રકારની ફિલ્મ આખરે તો મનોરંજન માટે હોય છે. એટલે આ ફિલ્મ કરવી અને આ ન કરવી એવા વિચારો હું કરતો નથી.

’હું મોટે ભાગે મેઇન સ્ટ્રીમ અને પેરેલલ બંને વચ્ચે સમતુલા જાળવવાનો ભરપુર પ્રયાસ કરતો રહ્યો છું. એ વિશે અગાઉ પણ કહી ચૂક્યો છું. બધી જાતની ફિલ્મો ઓડિયન્સને ગમતી હોય છે. તમારે કઇ ફિલ્મ કરવી અને કઇ ન કરવી એ તમારી પસંદ હોય છે. એક વાત છે કે મેઇનસ્ટ્રીમ ફિલ્મોમાં કામ કરતી વખતે ઘણું જતું કરવું પડે છે એવું હું સમજ્યો છું’ એમ વરુણે કહ્યું હતું. તાજેતરમાં રજૂ થયેલી એની યશ રાજ નિર્મિત ફિલ્મ સુઇ ધાગા બિનપરંપરાગત કથા ધરાવતી હતી અને છતાં સારી સફળતાને વરી હતી.

Previous articleખુબસુરત કેટ વિન્સલેટની પાસે હાલમાં ત્રણ ફિલ્મ છે
Next articleમેં હાલમાં પંજાબી ફિલ્મ કરવાની છોડી છે : ઇલનાઝ નૌરોજી