સંત રાજિન્દર સિંહમહારાજનો અમદાવાદમાં સત્સંગ કાર્યક્રમ

758

સાવન કૃપાલ રુહાની મિશનના પ્રમુખ અને માનવ એકતા સંમેલનના અધ્યક્ષ સંત રાજિન્દર સિંહજી મહારાજનો બે દિવસીય સત્સંગ કાર્યક્રમ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ૨૩ અને ૨૪ ઓક્ટોબરે આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૩ ઓક્ટોબરની રાતે સુફી સ્ટાર્સ કવાલીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.

ઝોનલ ઇન્ચાર્જ શ્રી લલિત કનોજીઆએ જણાવ્યું કે, “સંત શ્રી રાજિન્દર સિંહજી મહારાજ આપણા શહેરમાં ઉપસ્થિત રહેશે તે સૌ કોઇ માટે ગર્વની વાત છે. તેમના સત્સંગ વિશ્વભરમાં જાણીતા છે. આવા મહાન સંત ૨૩ અને ૨૪ ઓક્ટોબરે અમદાવાદની ધરતીને પાવન કરશે તે જણાવતાં મને અનહદ ખુશી છે.”

૨૩ ઓક્ટોબરના રોજ અમદાવાદમાં સંત રાજિન્દર સિંહજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત આદરણીય માતા રીટાજી દ્વારા કરવામાં આવશે તે ઉપરાંત સંત રાજિન્દર સિંહજી મહારાજ પોતાની દિવ્ય વાણી દ્વારા લોકોને સમજાવશે. સંત રાજિન્દર સિંહજી મહારાજના સત્સંગ સાંભળવા લોકો અમદાવાદ ઉપરાંંત ભારતના વિવિધ રાજ્યોથી હજારોની સંખ્યામાં ઉપરાંત વિદેશી ભાઇ-બહેન પણ ઉપસ્થિત રહેશે.

સંત રાજિન્દર સિંહજી મહારાજના જીવન અને કાર્યને પ્રેમ અને નિઃસ્વાર્થ સેેવાની સતત યાત્રા તરીકે સંક્ષિપ્ત કરી શકાય છે. સંત રાજિન્દર સિંહજી મહારાજ સમગ્ર એશિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઓશેનિયામાં આધ્યામિક પ્રવચન આપે છે. સંત રાજિન્દર સિંહજી મહારાજને દુનિયાભરના કેટલાંક પુરસ્કાર અને સમ્માન પ્રાપ્ત થયાં છે જેમાં ૫ માનનીય ડોક્ટરેટ્‌સ સામેલ છે. સાવન કૃપાલ રુહાની મિશનના સંપૂર્ણ વિશ્વમાં ૨૮૦૦થી વધારે કેન્દ્ર સ્થાપિત છે તથા મિશનનું સાહિત્ય વિશ્વની ૫૫થી વધારે ભાષાઓમાં પ્રકાશિત થઇ ચૂક્યું છે. તેનું મુખ્યાલય વિજય નગર, દિલ્લીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવિલે, અમેરિકામાં સ્થિત છે.

Previous articleગાંધીનગર જિલ્લામાં વાયબ્રન્ટના કરોડોના ૬૧૪ MOU પડતાં મુકાયા
Next articleઆરટીઓમાં નવા વાહનના રજિસ્ટ્રેશનને લઇને ભરાવો