મોટી પાણીયાળી શાળાના આચાર્ય, વિદ્યાર્થીનીનું સરકાર દ્વારા સન્માન

1961

પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વે.શાળાની વિદ્યાર્થીની રાધીકા ગોહિલના પિતા રવજીભાઈનું અવસાન થયાના ત્રીજા દિવસે ખેલ મહાકુંભની જીલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં ત્રણ ઈવેન્ટમાં પ્રથમ નંબર મેળવ્યો હતો, તેમની આ સફળતાના સમાચારો ગુજરાત મુખ્ય અખબારોમાં પ્રસિધ્ધ થયા હતાં, જેની નોંધ તાલુકા, જિલ્લા અને ગાંધીનગર સુધીના અધિકારીઓએ લીધી હતી.

દિકરી રાધીકાએ મુશ્કેલ સમયમાં મેળવેલ જોરદાર સફળતા અને આચાર્યએ તેમને પ્રેરણા અને પ્રોત્સાહન આપવાની સાથે શાળાના અન્ય વિદ્યાર્થીઓને પણ તળાવમાં પ્રેકટિસ કરાવતા શાળાના ખેલાડીઓએ જિલ્લાકક્ષાની તરણ સ્પર્ધામાં એકથી ત્રણમાં કુલ ૧૪ નંબર મેળવતા વડોદરા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને ગુજરાતના રમત મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીકરી રાધીકા ગોહિલને અભિનંદનપત્ર અને શાળાના આચાર્ય બી.એ. વાળાને પ્રશસ્તિ પત્ર આપી ખાસ સન્માન કરાયું હતું. અભિનંદન પાઠવ્યા હતાં.

Previous articleસર ગામે ભવાઈની રમઝટ
Next articleજાફરાબાદ તાલુકાના વારાહસ્વરૂપ મંદિરે નવરાત્રી મહોત્સવનું આયોજન