તળાજામાં વહેલી સવારે યુવાનની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા

0
946

ભાવનગર જિલ્લાના તળાજા ગામે આજે વહેલી સવારે ચાર શખ્સોએ જુની અદાવતની દાઝ રાખી યુવાન પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવી નાસી છુટ્યા હતા. બનાવ બનતા પોલીસ કાફલો બનાવસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. બનાવની વાત વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

બનાવની મળતી વિગતો મુજબ, તળાજા શહેરના દિનદયાળનગર ખારા વિસ્તારમાં રહેતા રમેશભાઈ મોહનભાઈ ભાલીયા ઉ.વ.૪૦ પર આજ વિસ્તારમાં રહેતા અલ્પેશ વનાભાઈ જાદવ, દિનેશ વનાભાઈ જાદવ, સાહિલ ઉર્ફે શેડો ઈકબાલભાઈ ઘાંચી અને દિનેશ દેવાભાઈ રાવતે એક સંપ કરી તલવાર, છરી, કુહાડી સહિતના તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવી નાસી છુટ્યા હતા. બનાવ બનતા સમગ્ર પંથકમાં ચક્ચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જ્યારે પોલીસ સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડાયો હતો અને મૃતકના ભાઈ મુકેશભાઈ મોહનભાઈ ભાલીયાએ ઉપરોક્ત ચારેય શખ્સો વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here