છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૩૧૫ ઔદ્યોગિક એકમો સામે પ્રદુષણ ફેલાવવાની ફરિયાદ

1053

ઔદ્યોગીક એકમો દ્વારા ફેલાવાતા પ્રદુષણને પગલે પર્યાવરણ ઉપર અસર થતી હોય છે ત્યારે આવા એકમો સામે કડક પગલાં જરૃરી બન્યા છે. ગાંધીનગર જિલ્લામાં જ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૩૧પ જેટલા ઔદ્યોગીક એકમો પ્રદુષણ ફેલાવતા હોવાની સરકારને ફરિયાદ મળી છે જે પૈકી ફકત ર૧ર એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અન્યને નોટિસો આપીને સંતોષ માનવામાં આવ્યો છે.

હાલમાં ગ્લોબલ વોમ’ગથી સમગ્ર વિશ્વ પરેશાન છે. જેની સીધી અસર આવનારા સમયમાં મનુષ્ય ઉપર થવાની છે ત્યારે આ ગ્લોબલ વોમ’ગ પાછળ સૌથી મોટું કારણ વધતું જતું પ્રદુષણ હોવાનું જણાઈ રહયું છે જેમ છતાં સરકારો દ્વારા આવા પ્રદુષણ ફેલાવતાં એકમો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ગુજરાત રાજયમાં જ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન પર૬૦ જેટલા ઔદ્યોગિક એકમો પ્રદુષણ ફેલાવતા હોવાની ફરિયાદો સરકારને મળી છે જેમાં હજુ સુધી ફકત ર૩૮૧ સામે જ પગલાં ભરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા ઉપર નજર કરીએ તો જિલ્લામાં વર્ષ ર૦૧૩-૧૪માં ૯૧, વર્ષ ર૦૧૪-૧૫માં ૪૮, વર્ષ ર૦૧૫-૧૬માં ૫૫, વર્ષ ર૦૧૬-૧૭માં ૬૩ અને વર્ષ ર૦૧૭-૧૮માં ૫૮ મળી કુલ ૩૧૫ એકમો પ્રદુષણ ફેલાવતાં હોવાની ફરિયાદ સંબંધિત વિભાગોને કરવામાં આવી હતી.

આ પૈકી પાંચ વર્ષ દરમ્યાન વર્ષ ૧૩-૧૪માં ૬૩, વર્ષ ૧૪-૧૫માં ૩૫, વર્ષ ૨૦૧૫-૧૬માં ૩૮, વર્ષ ર૦૧૬-૧૭માં ૪૬ અને વર્ષ ર૦૧૭-૧૮માં ૩૦ મળી કુલ ર૧ર એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે જયારે બાકીના એકમો સામે હજુ સુધી કોઈ ઠોસ પગલાં ભરવામાં આવ્યા નથી.

ખાસ કરીને આવા ઔદ્યોગીક એકમો રાત્રીના સમયે વધુ પ્રદુષણ ફેલાવતાં હોય છે. દહેગામની ઝાંક જીઆઈડીસી પ્રદુષણ ફેલાવતાં એકમો સંદર્ભે ફરિયાદ વધી છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના વસાહતીઓ પણ ફરીયાદો કરે છે ત્યારે તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં ભરવામાં આવતા નથી.

Previous articleસરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળતા ડૉ. ભરતભાઇ બોઘરા
Next articleબેરોજગારી-પેટ્રોલના ભાવવધારાથી પ્રજાનો રોષ ખાળવા મુખ્યમંત્રી ખોટા નિવેદનો કરે છે : શક્તિસિંહ ગોહિલ