આરાધ્યા સ્કુલની વિદ્યાર્થીનીઓ નિબંધ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે

820

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાષ્ટ્રીય એકતા અને સામુદાયીક સંવાદિતતા વિષયની શહેરકક્ષાની નિબંધ સ્પર્ધામાં આરાધ્યા વિદ્યાસંકુલ-તળાજાની વિદ્યાર્થીનીઓમાં પ્રથમ નંબરે પરમાર દ્રષ્ટી કલ્પેશભાઈ (ધોરણ-૧૦), દ્વિતિય નંબરે પરમાર અંજલી પિયુષભાઈ (ધોરણ-૧૧ કોમર્સ) તથા તૃતિય નંબર પર મારૂ સિમરન ઘનશ્યામભાઈ (ધોરણ ૧૧ કોમર્સ)એ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. તેઓ આગામી તા.૧૯-૧૦-૧૮ શુક્રવારના રોજ બપોરના ૧ર કલાકે ભાવનગરની બી.એમ. કોમર્સ હાઈસ્કુલ ખાતે યોજાનાર જિલ્લાકક્ષાની નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા જશે.

Previous articleઢસા હાઈસ્કુલે બોક્સીંગમાં બાજી મારી
Next articleબેટી બચાવો, બેટી પઢાવો રથ દામનગર શહેરમાં ફર્યો