ઈસ્કોન મેગા સિટીમાં ક્રોમાં શોપનો પ્રારંભ

1041

મોબાઈલથી લઈને નાના-મોટા દરેક પ્રકારના ઈલેકટ્રીક ગેઝેટ હવે આકર્ષક અને વ્યાજબીદરે ભાવનગર શહેરમાં પણ ઉપલબ્ધ થશે.

શહેરના રીંગરોડ પર વિકટોરીયા પાર્ક સામે ઈસ્કોન મેગાસિટીમાં દેશના અનેક રાજયોમાં આવેલ વિવિધ શહેરોમાં વિશાળ અને સેંકડો શોપનું નેટવર્ક ધરાવતા ટાટા એન્ટરપ્રાઈઝ અને ઓમ્નિ-ચેનલ ઈલેકટ્રોનિકસ રિટેલર ક્રોમાંની પ્રથમ શોપ ભાવનગરમાં ખુલી છે. નવરાત્રીના નવલા દિવસોમાં પ્રારંભ થયેલ આ શોપમાં મોબાઈલ, ટી.વી., ફ્રીઝ, કમેરા, મોબાઈલ એસેસરીઝ સહિત અનેક ઈલેકટ્રીક ગેઝેટ તદ્દન વ્યાજબી દરે ઉપલબ્ધ છે. વર્તમાન દિવાળીના પર્વને ધ્યાને લઈને પ્રત્યેક આઈટમ પર આકર્ષક ડિસ્કા.ન્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આથી સારી બ્રાન્ડેડ આઈટમની ખરીદી માટે અમદાવાદ કે અન્ય સ્થળ પર જવાની જરૂર નથી ભાવનગરમાં જ ઉપલબ્ધ બની રહેશે.

Previous articleપાલિતાણામાં નવદુર્ગા માતાજીનો વેશ
Next articleજિલ્લા જેલમાં હત્યાના આરોપીએ આપઘાત કર્યો