અંતે મોડલ માનસી દીક્ષિતનો  કાતિલ ઝબ્બે : પુછપરછ શરૂ

736

ઓલા ડ્રાઇવરની સાવધાનીના કારણે પોલીસે આખરે ૨૦ વર્ષની મોડલ માની દીક્ષિતના હત્યારાને પકડી લેવામાં સફળતા મેળવી છે. ઓલા ડ્રાઇવર માનસીની ક્રુર હત્યા પાછળ એકમાત્ર સાક્ષી તરીકે હતો. તેની કેબમાં માનસીના મૃતદહેને સુટકેસમાં ભરીને ફેંકી દેવામાં આવ્યો હતો. જો કે પોલીસે કહ્યુ છે કે હત્યા પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યા નથી. પોલીસનુ કહેવુ છે કે માનસી અને અપરાધી વચ્ચે કોઇ વાતને લઇને લડાઇ થઇ હતી. આ ગાળા દરમિયાન આ શખ્સે લાકડાના સ્ટુલને ઉપાડીને માનસીના માથામાં ફટકારી દેતા  તેનુ મોત થયુ હતુ. ત્યારબાદ તેના મૃતદહેને તેના ઘરમા રહેલા સુટકેસમાં ભરીને ઓલા બુક કરાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ઓલા ડ્રાઇવરને એરપોર્ટ તરફ જવા કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આ શખ્સે અધવચ્ચે માલાડમાં કાર રોકવા માટે કહ્યુ હતુ. તે ત્યાં ઉતરી ગયો હતો અને સુટકેસને ત્યાં જ ફેંકી દીધો હતો. ત્યારબાદ ત્યાંથી ઓટો પકડીને અન્યત્ર જતો રહ્યો હતો.ઓલાના ડ્રાઇવરને આમાં શંકા ગઇ હતી. ડ્રાઇવરે તરત જ પોલીસને ફોન કરી દીધો હતો. પોલીસે એ ફોન નંબરની માંગ કરી હતી જેના આધાર પર ઓલા બુક કરાવવામાં આવી હતી. મોબાઇલ કંપની પાસેથી મંગાવવામાં આવેલી ડિટેલના આધાર પર પોલીસે અપરાધીની શોધ હાથ ધરી હતી. તેના લોકેશનને શોધી લેવામાં આવ્યા બાદ ચાર કલાકના ગાળામાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી. બેગ ઉઠાવવામાં અપરાધીની મદદ કરી ત્યારે તેને શંકા ગઇ હતી. ડ્રાઇવરે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યુ હતુ કે કડવો અનુભવ થયો હતો. તે છેલ્લા ત્રણ વર્ષની ઓલા કાર ચલાવે છે પરંતુ પ્રથમ વખત ખરાબઅનુભવ થયો હતો. નામ જાહેર નહીં કરવાની શરતે ૩૫ વર્ષના ઓલા ડ્રાઇવરે કહ્યું હતું કે, આ એક ભયાનક અનુભવ હતો. તે છેલ્લા ત્રણ વર્ષથી ઓલા ચલાવે છે પરંતુ આવું જોવા ક્યારેય મળ્યું નથી. તેનું કહેવું છે કે, જો પોલીસને કોલ કરીને એલર્ટ ન કર્યું હોત તો પરિણામ જુદા રહ્યા હોત. તેનું કહેવું છે કે, અઢી વાગે અપરાધીએ ડેસ્ટીનેશનમાં એરપોર્ટ લખ્યું હતું પરંતુ અમે મિલ્લતનગરથી આગળ નિકળ્યા બાદ આ શખ્સે લોકેશન બદલીને ગોરેગાંવ બસસ્ટોપ કરી દીધું હતું. સમગ્ર ટિ્‌વટ દરમિયાન તેના ચહેરા પર અસમંજસની સ્થિતિ હતી. તેને ખબર ન હતી કે તે ક્યાં જવા માંગે છે. તે ભયભીત અને ડરેલો પણ હતો. ડ્રાઇવરે એમ પણ કહ્યું છે કે, જ્યારે તે કારમાંથી ઉતર્યો ત્યારે તેની બોડી લેંગ્વેજ જોઈને શંકા વધી ગઈ હતી. યુ ટર્ન લીધા બાદ ગાડી સામેની સાઇડે રોકી દીધી હતી. ત્યાંથી કન્ટ્રોલ રુમમાં ફોન કરી દીધો હતો. થોડાક સમયમાં જ પોલીસ ટુકડી પહોંચી ગઈ હતી. પોલીસ કર્મીએ ડ્રાઇવરની સામે જ બેગ ખોલતા બધા ચોંકી ઉઠ્યા હતા. અપરાધીની ઓળખ કરી લેવામાં આવી છે. તેની ઓળખ હસન તરીકે થઇ છે. તેને ૨૨મી ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. તે હૈદરાબાદની કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. એક સપ્તાહ પહેલા જ બે ભાઈની સાથે મુંબઈ આવ્યો હતો.

 

Previous articleમાલદિવમાં યામીન સત્તા છોડવા તૈયાર નહિ, ભારત જરૂરી પગલાં ભરશે..!!
Next articleપ્રિયંકા ચોપડા અને નિકના બીજી ડિસેમ્બરે લગ્ન થશે