નિલમબાગ પેલેસ ખાતે ક્ષત્રિય નારી રત્નો પુસ્તક વિમોચન, એવોર્ડ સમારંભ યોજાશે

1405

ભાવનગર નિલમબાગ પેલેસ ખાતે તા. ર૧-૧૦-૧૮નેે રવિવારને બપોરે ર-૦૦ કલાકે ગુજરાતભરમાંથી ૧૧૦ ક્ષત્રિય બહેનોની માહિતી સભર પુસ્તક ક્ષત્રિય નારી રત્નો પુસ્તકનું વિમોચન અને એવોર્ડ ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે અપાશે. ભારતીય સંસ્કૃતિમાં હંમેશા નારીનું યોગદાન રહ્યું છે. એમાં પણ ક્ષત્રિય નારીઓનું મહત્વનું યોગદાન આપણે ઈતિહાસમાં જોઈએ છીએ. આવા ગુજરાતના ર૦થી વધારે શહેરના ૧૧૦ મહિલાઓને સન્માનવામાં આવશે. આ પ્રસંગે ગીતાબા જાડેજા – ધારાસભ્ય ગોંડલ, ગાયત્રીબા વાઘેલા – પ્રમુખ ગુજ. પ્રદેશ મહિલા કોંગ્રેસ, રીવાબા રવીન્દ્રસિંહ જાડેજા – પ્રમુખ રાજપુત મહિલા સંગઠન જામનગર, એકતાબા સોઢા – સીઈઓ કેડમસ સોઢા સ્કુલ, વાસુદેવસિંહ ગોહિલ પ્રમુખ ગોહિલવાડ રાજપુત સમાજ, રાજેન્દ્રસિંહ રાણા – પુર્વ સાંસદ, સતુભા ગોહિલ – પ્રમુખ માજીરાજબા વિધવા સહાય, પરબતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હાર્દિકસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ રાઓલ, વનરાજસિંહ ગોહિલ, ભરતસિંહ ગોહિલ, રાજ શેખાવત, મહાવિરસિંહ ચુડાસમા, મનુભા જાડેજા, અજીતસિંહ વાજા વગેરે હાજર રહેશે. આ પ્રસંગે ૩ વિશિષ્ટ નારી રત્નોનું સન્માન કરવામાં આવશે. જેમાં કચ્છના ચેતનાબા જાડેજા, વડોદરાના દશરથબા પરમાર, અમદાવાદના ગીતાબા વાઘેલાનું સન્માન થશે.

આ સન્માનમાં સુરેન્દ્રનગરના દુધરેજના અને હાલ જામનગર રહેતા એક જ પરિવાર સગા ૪ બહેનોનું સન્માન થશે. ૪માંથી ૩ પોલીસ ઓફિસર અને ૧ ક્રિકેટના કોચ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નારી રત્નો ટીમ વતી તૃપ્તિબા રાઓલ, ડો. અજયસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, રીવાબા જાડેજા, હીનાબા જાડેજા, નિલમબા ઝાલા, પૂર્ણાબા જાડેજા અને બિન્કલબા ગોહિલ જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleરાણપુર પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી રાસ-ગરબાનું આયોજન
Next articleદામનગરમાં નવરાત્રી રાસોત્સવનું આયોજન