ઇમરાન ખાનને ફટકોઃ હરાજી માટે ૪૯ સરકારી વાહનો, વેચાયુ માત્ર એક…!!

757

આર્થિક સંકટ સામે લડી રહેલી પાકિસ્તાનની સરકારે ૪૯ સરકારી વાહનોનો હરાજી માટે રાખ્યા. જેમાં ૧૯ બૂલેટપ્રુફ કારનો પણ સમાવેશ થાય છે. જેમાંથી માત્ર એક કારની જ હરાજી થઇ શકી છે. દેશ પર રહેલા દેવાં સામે લડવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આ પ્રકારનું પગલું ભરી રહ્યાં છે. પાકિસ્તાન સરકારે હાલમાં જ ઇન્ટરનેશનલ મેનેટરી ફંડ પાસે નાણાંકિય રાહત પેકેજની માંગ કરી હતી. એક મહિના અગાઉ પહેલા તબક્કામાં ૬૧ સરકારી વાહનોની હરાજી કરી ચૂકી છે.

પાકિસ્તાન સરકારે આ પહેલા વડાપ્રધાન આવાસની ૮ ભેંસની હરાજી કરી ચૂકી છે જેનાથી સરકારને ૨૩ લાખની આવક થઇ હતી. આ ભેંસો પૂર્વ વડાપ્રધન નવાઝ શરીફે પાળી હતી. મળતા સમાચાર પ્રમાણે હરાજીમાં કુલ ૪૯ વાહનો રાખવામાં આવ્યા હતા જેમાંતી માત્ર એક વાહનનું જ વેચાણ થયું. જેના વેચાથી સરકારને ૯૦ લાખની આવક થઇ.

Previous article’ખટારા’ હેલિકોપ્ટર બાદ બે ફરારી સહિત વિજય માલ્યાની ૬ કાર નિલામ થશે
Next articleઇલાહી ઇંતજામ -ઈશ્વરીય વ્યવસ્થાનો સ્વીકાર કરો અને સુખ શાંતિ અને પ્રેમ પ્રાપ્ત કરો