ચંદા મામા ફિલ્મને સુશાંતે આખરે છોડી દીધી : રિપોર્ટ

1165

બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર સુશાંત સિંહ રાજપુતે આખરે ચંદા મામા દુર કે ફિલ્મને છોડી દીધી છે. આ ફિલ્મમાં તે અંતરિક્ષ યાત્રી તરીકેની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મને લઇને સુશાંત સિંહ રાજપુતે ભારે મહેનત કરી હતી. તે અમેરિકામાં અંતરિક્ષયાત્રી તરીકે ટ્રેનિગં લેવા માટે નાસામાં પણ પણ ગયા હતો. થોડાક સમય સુધી ટ્રેનિંગ પણ લીધી હતી. જો કે તે હવે આ ફિલ્મને છોડી ચુક્યો છે. શુટિંગને લઇને તે પરેશાન હતો. કારણ કે શુટિંગને વારંવાર રોકવામાં આવતા તે મુશ્કેલી અનુભવી રહ્યો હતો. શુટિંગ શરૂ કરતા પહેલા સુશાંતે ખુબ મહેનત પણ કરી હતી. તેના માટે ખાસ વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. ફિલ્મને લઇને કેટલીક અડચણો સતત આવી રહી હતી. સૌથી પહેલા ફિલ્મ માટે સુશાંતની સાથે શ્રદ્ધા કપુરને પણ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Previous articleમારા બાળકો માટે સંઘર્ષથી ભરપૂર જીવન નથી ઈચ્છતી કંગના રનૌત
Next articleડેનમાર્ક ઓપનઃ પોનપ્પા સિક્કીની જોડી બીજા રાઉન્ડમાં