સિહોર ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પૂતળાનું દહન

623

છેલ્લા સાડા ચાર વર્ષનુ કેન્દ્ર નુ શાસન અને બે દાયકા ઉપર ગુજરાતનુ શાસન ભાજપાના હાથમા છે જયારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી પેટ્રોલ, ડીઝલના ભાવ તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમા રોજ બરોજ કુદર્કેને ભૂસકે વધી રહયા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દવારા આ મોંઘવારીના રાક્ષસના પુતળા દહન કાર્યક્રમ જાહેર કરાયો હતો. દસ મુદ્દાને રાવણના દસ માથા સમા રાવણના પુતળા દહન કરાયું હતું

જેમાં સિહોર શહેર કોંગ્રેસ તેમજ સિહોર તાલુકા કોંગ્રેસ ના આગેવાનો, અગ્રણીઓ, પદાધિકારીઓ, નગરસેવકો, તાલુકા પંચાયત સદસ્યો, જીલ્લા પંચાયત સદસ્યો, ચુંટણી લડેલા ઉમેદવારો, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, માઇનોરેટી સેલ, જનમિત્રો, સોશિયલ મિડિયા ડીપાર્ટમેન્ટ, લોક સરકારના મિત્રો તેમજ વિવિધ સેલના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleપાલિતાણા શહેર, તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પુતળાનું દહન
Next articleવલભીપુર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન