યુપી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તિવારીનું નિધન

1197

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીનું આજે અવસાન થયું હતું.  નારાયણ દત્ત તિવાર ૯૨ વર્ષના હતા. આંધ્રપ્રદશના ગવર્નર રહી ચુકેલા એનડી તિવારી આજના દિવસે જ જન્મ્યા હતા. એટલે કે આજે તેમનો જન્મદિવસ પણ હતો. દિલ્હીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં નારાયણ દત્ત તિવારીએ અંતિમ શ્વાસ લીધા હતા. એનડી તિવારી ઉત્તરાખંડના નૈનીતાલમાં જન્મ્યા હતા. છેલ્લા થોડાક મહિનાથી તેમન તબિયત સારી ન હતી. તિવારીનું આજે લાંબ માંદગી બાદ અવસાન થયું હતું. તિવારી તેમના પત્નિ ઉજ્જવલા અને પુત્ર રોહિત શેખરને છોડીને ગયા છે. તિવારીને વિકાસપુરુષ તરીકે પણ ગણવામાં આવતા હતા. તેમના બ્રેઇન સ્ટોકનો હુમલો થયો હતો ત્યારબાદ ગયા વર્ષે ૨૦મી સપ્ટેમ્બરના દિવસે દિલ્હીની સાંકેત હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા. ૧૨મી ઓક્ટોબર સુધી હોસ્પિટલના આઈસીયુમાં રહ્યા હતા. ૧૮મી ઓક્ટોબર ૧૯૨૫ના દિવસે જન્મેલા નારાયણ દત્ત તિવારી ઉત્તરપ્રદેશના ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા હતા.

ઉત્તરાખંડમાં તેઓ પ્રથમ ચૂંટાયેલા મુખ્યમંત્રી બન્યા હતા. માર્ચ ૨૦૦૨થી માર્ચ ૨૦૦૭ સુધી ઉત્તરાખંડના તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા હતા. ૯મી નવેમ્બર ૨૦૦૦માં ઉત્તરપ્રદેશમાંથી અલગ કરીને ઉત્તરાખંડની રચના કરાઈ હતી. છેલ્લા ૧૮ વર્ષમાં તેઓ પાંચ વર્ષની સમગ્ર અવધિ પૂર્ણ કરનાર હિમાલિયન રાજ્યના એકમાત્ર મુખ્યમંત્રી હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે તેઓએ જાન્યુઆરી ૧૯૭૬થી એપ્રિલ ૧૯૭૭ વચ્ચે જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ ઓગસ્ટ ૧૯૮૪થી સપ્ટેમ્બર ૧૯૮૫ અને જૂન ૧૯૮૮થી ડિસેમ્બર ૧૯૮૮ દરમિયાન ફરી મુખ્યમંત્રી બન્યા હતા. નારાયણ દત્ત તિવારી કેન્દ્ર સરકારમાં વિદેશમંત્રી રહ્યા હતા. ત્યારબાદ ફાઈનાન્સ અને કોમર્સ મિનિસ્ટર બન્યા હતા. તિવારી એક વખતે વડાપ્રધાન પોસ્ટ માટે પણ દાવેદાર હતા. નરસિંહરાવ વેળા તેઓ શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. ૧૯૯૫માં તિવારી અને અર્જુનસિંહે મળીને અલગ રાજકીય મોરચા ઓલ ઇન્ડિયા ઇન્દિરા કોંગ્રેસ (તિવારી)ની રચના કરી હતી પરંતુ જ્યારે સોનિયા ગાંધી પાર્ટીના પ્રમુખ બન્યા ત્યારે ફરી પાર્ટીમાં આવી ગયા હતા. તિવારી ૧૯મી ઓગસ્ટ ૨૦૦૭થી લઇને ડિસેમ્બર ૨૦૦૯ સુધી આંધ્રપ્રદેશના ગવર્નર રહ્યા હતા. સેક્સ કૌભાંડમાં ફસાઈ ગયા બાદ તિવારીને આરોગ્યના આધાર પર રાજીનામુ આપવાની ફરજ પડી હતી. ઉત્તરાખંડમાં ઔદ્યોગિક સેક્ટરમાં વિકાસમાં તેમની ભૂમિકા હતી. તેમના પ્રયાસોના લીધે જ હરિદ્વાર અને ઉધમસિંહનગર જિલ્લામાં ઉદ્યોગો સ્થાપિત થયા હતા. ઉત્તરાખંડમાં હજારો યુવાનોને નોકરી તિવારીએ આપી હતી. ઉપરાંત તેમની અવધિમાં ૪૦૦૦ લોકોને સ્કુલ અને યુનિવર્સિટીમાં નોકરી મળી હતી. દૂન યુનિવર્સિટી અને ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટી સહિત મેડિકલ કોલેજ અને યુનિવર્સિટીમાં પણ તેમના ગાળામાં સ્થાપિત થઇ હતી.

Previous articleઇન્ડિગોની એરહોસ્ટેસ સાથે છેડતી : એકની ધરપકડ થઇ
Next articleરામ મંદિર માટે કાનૂન લાવવા ભાગવતની અપીલ