મુખ્ય પૂજારી : મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો તો અમે તાળું મારી દઈશું

761

સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં આજે પણ મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી શકી નહીં. પ્રદર્શનકારીઓના દબાણને કારણે પોલીસે પીછેહટ કરવા પડી અને ભગવાન અયપ્પાના દર્શન માટે બંને મહિલાઓએ મંદિરના પ્રવેશદ્વારથી જ દર્શન કર્યા વગર પાછા ફરવું પડ્યું. 250 પોલીસકર્મીઓના સુરક્ષાઘેરામાં મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ પ્રદર્શનકારીઓ સામે જરાય ચાલ્યું નહીં અને બંને મહિલાઓ પાછી ફરી.

સન્નિધાનમમાં ભેગા થયેલા પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ કોઈ પણ હાલતમાં 10-50 વર્ષની ઉંમરની મહિલાઓને મંદિરમાં ઘૂસવા દેશે નહીં. તેમણે કહ્યું કે અમે સબરીમાલાની સુરક્ષા કરી રહ્યાં છીએ. આ બાજુ સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારી કંદારારુ રાજીવારુ સ્થિતિને લઈને ખુબ પરેશાન છે. આજે બંને મહિલાઓ મંદિરના પ્રવેશદ્વાર સુધી પહોંચી જતા તેમણે  કહ્યું કે જો મહિલાઓ મંદિરમાં પ્રવેશ કર્યો તો તેઓ મંદિરમાં તાળું મારીને ચાવીઓ સોંપી દેશે. તેમણે કહ્યું કે હું શ્રદ્ધાળુઓ સાથે ઊભો છું. આ સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નથી.

 

Previous articleરીવાબાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કર્યા
Next articleઆજથી ચોમાસુ દેશના મોટા ભાગના વિસ્તારોમાંથી વિદાય લેશે