બે ચોરાઉ બાઈક સાથે સિહોરનો યુવાન ઝડપાયો

878

એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાને મળેલ બાતમી આધારે શિહોર ખાતેથી આરોપી રઘુભાઇ ધીરૂભાઇ ભાલીયા/કોળી ઉ.વ.૨૩ રહેવાસી-શિહોર, શિવશકિત સોસાયટી, મારૂતીબેન દરજીના મકાનમાં ભાડેથી જી.ભાવનગર મુળગામ- માતલપર તા.જેસર જી.ભાવનગર વાળાને આધાર પુરાવા કે કાગળો વિનાના બે મોટર સાયકલ બજાજ પ્લસર મો.સા. કિ.રૂ઼. ૩૦,૦૦૦/- તથા હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો. કિ.રૂ઼. ૨૦,૦૦૦/- સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.  આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા સોહીલભાઇ ચોકીયા તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.

Previous articleરાજુલા ખાતે આરએસએસ દ્વારા પથ સંચલન, શસ્ત્રપુજન કરાયું
Next articleબજરંગ વિકાસ સમિતિ દ્વારા ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતે રાવણદહન