આઈપીએલ-૨૦૧૯ઃ મુંબઈ ઇન્ડિયન્સે ડિ કોકને આરસીબી પાસેથી રૂ.૨.૮ કરોડમાં ખરીદ્યો

1896

દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર-ઓપનિંગ બેટ્‌સમેન ક્વિન્ટન ડિ કોક આઇપીએલ-૨૦૧૯ પહેલાં પોતાની વર્તમાન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)નો સાથ છોડી મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાઈ ગયો છે. ડિ કોકે આ નિર્ણય નાણાં માટે કર્યો છે. વર્ષ ૨૦૧૮માં આઇપીએલ હરાજીમાં ડિ કોકને આરસીબીએ ૨.૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈ ટીમે ડિ કોકને એ જ રકમ પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

ડિ કોકને ટીમમાં સામેલ કરવા માટે મુંબઈ ઇન્ડિયન્સે મોટો નિર્ણય કરતાં બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન અને શ્રીલંકાના સ્પિનર અકિલા ધનંજયને આઇપીએલ-૨૦૧૯ પહેલાં ટીમમાંથી રિલીઝ કરી દીધા છે. ૨૦૧૮ના હરાજીમાં મુંબઈએ મુસ્તફિઝુરને ખરીદવા રૂ. ૨.૨ કરોડની મોટી રકમ ખર્ચી નાખી હતી. જ્યારે અકિલા ધનંજયને ૫૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ૨૦૧૮માં ડિ કોકને આરસીબી તરફથી રમવાની તક મળી એ દરમિયાન તેણે ૧૨૪.૦૭ના સ્ટ્રાઇક રેટથી ૨૦૧ રન બનાવ્યા હતા, જેમાં એક અર્ધસદી સામેલ હતી. મુંબઈ ઇન્ડિયન્સ પાસે ડિ કોકની પહેલાં બે વિકેટકીપર-ઈશાન કિશન અને આદિત્ય તરે હતા જ. હવે ડિ કોકને ટીમમાં સામેલ કરવો એ મુંબઈની એક ખાસ રણનીતિ હોઈ શકે છે. ૨૦૧૮માં મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન બહુ જ નિરાશાજનક રહ્યું હતું.

Previous articleવેસ્ટઈ ન્ડિઝ સામેની પ્રથમ વન-ડેમાં પંતને મળશે ડેબ્યુ કરવાની તક
Next articleવિજય હજારે ટ્રોફીઃ ઝારખંડની હારથી હરભજન થયો એમએસ ધોનીથી નારાજ