અમૃતસર રેલ્વે દુર્ઘટનામાં માર્યા ગયેલાંને મોરારિબાપુની સહાય

888

સંવેદનાને કોઈ સીમાડાઓ નથી નડતા. દશેરાના દિવસે અમૃતસર ખાતે હૃદયદ્રાવક ઘટના બની છે. એક તરફ રાવણ દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને તેમાં ફૂટતા ફટાકડાના અવાજ વચ્ચે અચાનક આવેલી ટ્રેનને કારણે જે અકસ્માત સર્જાયો તેમાં અનેક લોકોએ પોતાનો જીવ  ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં ૭૦ લોકોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ તમામ મૃતકનાં પરિવારજનોને  ચિત્રકૂટધામ દ્વારા હનુમાનજીની સાંત્વનાં સ્વરૂપે મોરારિબાપુએ પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજારની રાશિ મોકલાવી છે. જે મુજબ કુલ રૂપિયા સાડાત્રણ લાખની મોકલવામાં આવે છે. આ રાશિ સરકારી સૂત્રો તથા પંજાબના અખબારો પાસેથી મૃતકોની વિગતો મેળવી રામકથાનાં શ્રોતાઓ દ્વારા આ રકમ પહોંચાડવામાં આવશે. તમામ મૃતકોને માટે મોરારિબાપુએ પ્રભુપ્રાર્થના કરી દિલસોજી વ્યક્ત કરેલ છે.

Previous articleશિશુવિહારમાં નવરાત્રી ગરબા યોજાયા
Next articleરાણપુર પોલીસ સ્ટેશનમાં શસ્ત્રપુજન