ઓસી.પ્રવાસમાં ભારત પાસે ટેસ્ટ શ્રેણી જીતવાની સુવર્ણ તક : વીલિયર્સ

884

ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથ વિના ભારતને ઓસ્ટ્રેલિયામાં પાર ઉતરવુ સહેલુ નથી. તો દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન એબી ડિવિલિયર્સે ભવિષ્યવાણી કરીને જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારત ઓસ્ટ્રેલિયા પર વિજય પ્રાપ્ત કરશે કે નહીં.

વન-ડે ક્રિકેટમાં ૩૧ બોલમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ડિવિલિયર્સનું માનવુ છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતની પાસે હાલમાં ટેસ્ટ શ્રેણી જીતવાની સુવર્ણ તક છે. ડિવિલિયર્સે શનિવારે અહીં એક પ્રમોશન કાર્યક્રમ બેરલ સિલેક્ટ પરફેક્ટ સ્ટ્રોક્સમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સંભાવનાઓને લઈને આ વાત કહી.

ડિવિલિયર્સે કહ્યું, મને લાગે છે કે ઓસ્ટ્રેલિયામાં આ વખતે ભારત પાસે સારી તક રહેશે. ભારતીય ટીમે ચાલુ વર્ષના પ્રારંભમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં સારું પ્રદર્શન કર્યુ હતું અને એક ટેસ્ટ પણ જીતી હતી.

Previous articleશિખર ધવન મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાશે…!!
Next articleવર્લ્ડકપ-૨૦૨૩નું જાહેર કર્યું ફોર્મેટ, ક્વોલિફાઇ માટે ૩૨ ટીમો કરશે સંઘર્ષ