મને માફ કરજો સરકાર બાળ જાતીય સતામણીના ગુનાઓ રોકવામાં નિષ્ફળ રહી : ઓસી.પ્રધાનમંત્રી

694

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને સોમવારે સંસદમાં તેમના ભાવુક સંબોધન દરમિયાન બાળ જાતીય સતામણીના પીડિતોથી માફી માંગી હતી. તેમણે સ્વિકાર્યુ હતું કે સરકાર આ ગુનાહિત ગુનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે.

સંપૂર્ણ દેશમાં ટીવી પર પ્રસારિત આ સંબોધનમાં મોરિસને કહ્યું હતું કે, ‘‘આ ઓસ્ટ્રેલિયનોએ ઓસ્ટ્રેલિયાના લોકોની સાથે કર્યું છે. દુશ્મન આપણી વચ્ચે જ છે.’’ તેમણે કહ્યું હતું કે, ‘‘એક રાષ્ટ્ર તરીકે અમે તેમને નિરાશ કર્યા છે. અમે તેમને તેમના હાલ પર છોડી દીધા હતા. અમારા માટે આ હમેશાં શરમની વાત રહશે.’’

ખુબ જ ભાવુક જોવા મળેલા મોરિસને કહ્યું કે દુષ્કર્મની આ ઘટનાઓ ધાર્મિક અને સરકાર સમર્પિત સંસ્થાઓમાં થતી રહી હતી. ‘‘સ્કૂલો, ચર્ચ, યુવા સમૂહો, સ્કાઉટ સમૂહો, અનાથ આશ્રણ, રમત ક્લબો અને ઘર-પરિવારોમાં દરરોજ, સપ્તાહ-દર-સપ્તાહ, મહિના-દર-મહિને, વર્ષે-દર-વર્ષે’’ થયેલા બાળ જાતીય સતામણીની આ ઘટનાઓના પીડિતોને કહ્યું કે-‘‘અમે તમારો વિશ્વાસ કરીએ છે.

Previous articleભારતના મુસલમાન પ્રભુ શ્રીરામના વંશજ,મુગલોના નહિ : ગિરિરાજસિંહ
Next articleમાલદીવ કોર્ટમાં અબ્દુલા યામીનની હાર સોલિહ ૧૭ નવેમ્બરે નવા રાષ્ટ્રપતિ બનશે