માલદીવ કોર્ટમાં અબ્દુલા યામીનની હાર સોલિહ ૧૭ નવેમ્બરે નવા રાષ્ટ્રપતિ બનશે

1041

માલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલા યામીન અબ્દુલ ગયૂન રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રક્રિયાને પડકારતા કેસમાં હારી ગયા છે. જેની સાથે સુપ્રિમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. અબ્દુલા યામીને પોતાની અરજીમાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા મતપત્રો સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના આરોપ મુજબ મતપત્રોમાં થોડા સમય પછી અદ્રશ્ય થઇ જતી સહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું નામ મતપત્રો પરથી નષ્ટ થઇ ગયું હતું.

અબ્દુલા યામીનની અરજી પર રવિવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે નિર્ણય આપ્યો હતો કે રાષ્ટ્રપતિ યામીન મતપત્રો સાથે છેડછાડ કરવાના આરોપો સામે પૂરાવા આપવામાં નિષ્ફળ રહ્યા હતા. નોંધનીય છે કે ૨૩ સપ્ટેબરે યોજાયેલ ચૂંટણીમાં યામીન તેમના પ્રતિદ્વંદ્વી ઇબ્રાહિમ મોહમદ સોલિહથી ૧૬ ટકા વોટથી હારી ગયા હતા. આ પરિણામને સંયુક્ત રાષ્ટ્ર સહિત ભારત, ચીન અને યુરોપીય સંઘે આવકાર્યો હતો.

પરિણામો જાહેર થતા યામીને પોતાની હારનો સ્વીકાર કર્યો હતો પરંતુ પાછળથી તેમણે ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે મતદાન પત્રો સાથે છેડછાડ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. સુનાવણી બાદ વિપક્ષ પાર્ટીએ કોર્ટના નિર્ણયને ધામધૂમથી આવકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી સોલિહનું રાષ્ટ્રપતિ બનવા સામેના વિરોધનો અંત આવ્યો હતો. સૂત્રો મુજબ યામીન ૧૭ નવેમ્બરે માલદીવના નવા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળશે.

Previous articleમને માફ કરજો સરકાર બાળ જાતીય સતામણીના ગુનાઓ રોકવામાં નિષ્ફળ રહી : ઓસી.પ્રધાનમંત્રી
Next articleએમી જેક્શન તેના સેક્સી, બોલ્ડ ફોટાને લઇ ચર્ચામાં