સ્ટાર કેન્ડલ જેનરના ઘર સુધી પહોંચી ગયેલો શખ્સ પકડાયો

889

રિયાલિટી સ્ટાર અને મોડલ કેન્ડલ જેનરે હવે મીડિયા આઉટલેટ્‌સ અને પપરાજીની તેના ઘરના લોકેશનને જાહેર કરવાને લઇને જોરદાર ટિકા કરી છે. તેનુ કહેવુ છે કે આના કારણે તેના પર ખતરો વધી શકે છે. જેનરે કહ્યુ છે કે ટીએમઝેડના સમાચાર કવરેજના કારણે ૩૭ વર્ષીય સ્ટોકર (યુવતિઓનો પીછો કરનાર) જોન ફોર્ડ તેના ઘરની નજીક સુધી પહોંચી ગયો હતો. જો કે તેના ઘરની નજીકથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે ગેટેડ કોમ્યુનિટીમાં ગેરકાયદે રીતે ઘુસીને જેનરના પુલ સુધી પહોંચી ગયો હતો. જો કે તેની અટકાયત કરવામાં આવ્યા બાદ તેની મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણીમાં તેને માનસિક રીતે બિમાર જાહેર કરવામાં આવ્યો હતો. જો કે તેને બીજી વખત મંજુરી વિના પ્રવેશ અને આદેશની અવગણના  કરવાના મામલે તેની ધરપકડ કરવામાં આવી હતી. હોલિવુડ રિપોર્ટર ડોટ કોમના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જેનિફરે ત્યારબાદ પ્રકાશન પર હુમલો કર્યો હતો. મિડિયા પર પ્રહારો કરતા જેનરે જાણીતા લોકોની અગંતના અધિકારોનો ભંગ કરવાનો આરોપ મુક્યો હતો. અભિનેત્રી કેન્ડલ જેનરે પપરાજીની ટિકા કરી  હતી.કેન્ડલ જેનર હાલમાં દુનિયાની સૌથી વધારે કમાણી કરનાર સ્ટાર અને સેલિબ્રિટી તરીકે છે. તેની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં છે.

Previous articleએમી જેક્શન તેના સેક્સી, બોલ્ડ ફોટાને લઇ ચર્ચામાં
Next articleસન્ની લિયોન પોતાના ચહેરાનો વીમો ઉતારવા માંગે છે..!!