સન્ની લિયોન પોતાના ચહેરાનો વીમો ઉતારવા માંગે છે..!!

1044

પોર્ન સ્ટારમાંથી બોલિવુડ એક્ટ્રેસ બનેલી સની લિયોની સૌથી વધુ ચર્ચિત સેલિબ્રિટીઝમાં હંમેશા ટૉપ પર રહે છે. તાજેતરમાં જ પોતાની બાયોપિકના લીધે પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. હવે તે ફરી એક વખત ચર્ચમાં છે, જોકે તે પોતાની ફિલ્મ કે ડાન્સ નંબરને લીધે નહી પરંતુ એક રસપ્રદ વાતને લઇને..

વાસ્તવમાં જ્યારે સની લિયોનીને પૂછવામાં આવ્યુ કે, તે પોતાના શરીરના કયા ભાગનો વીમો કરાવવા ઇચ્છે છે ત્યારે સનીએ જવાબ આપ્યો કે, તેને પોતાનો ચહેરો ખૂબ જ ગમે છે. તે પોતાના ચહેરાનો વીમો ઉતારવા ઇચ્છે છે.

ઉલ્લેખનીય છે કે, સની ઘણી ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કરી ચૂકી છે અને આ ઉપરાંત તેણે ઘણા આઇટમ સોંગ્સ પણ કર્યા છે, ’બેબી ડૉલ’ અને રઇસ ફિલ્મનું આઇટમ સોંગ ’લૈલા ઓ લૈલા’ ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ હતુ.

સનીએ થોડા મહિના જ પોતાની બાયોપિક ’કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ સની લિયોની’માં ઘણા ખુલાસા કર્યા છે, સનીની આ ફિલ્મ ઓડિયન્સને ખૂબ જ પસંદ આવી હતી.

Previous articleસ્ટાર કેન્ડલ જેનરના ઘર સુધી પહોંચી ગયેલો શખ્સ પકડાયો
Next articleનિર્માતા આનંદ પંડિત અભિનેતા સૈફ અલી ખાન અને ‘બજાર’ને બિઝનેસના હબ શહેર અમદાવાદમાં લાવ્યા