એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી : હોકીમાં ભારતે જાપાનને હરાવીને જીતની હેટ્રીક

786

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. એશિયનમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીતનાર જાપાનને રવિવારે મોડી રાત્રે થયેલા મુકાબલામાં ૯-૦થી હરાવીને ભારતીય હોકી ટીમે સતત ત્રીજી જીત નોંધાવી હતી.

ભારત તરફથી રમતા લલિત ઉપાધ્યાએ ચોથી અને ૪૫મી મિનિટમાં હરમનપ્રીત સિંહે આઠમો, ૧૭મી વિકેટ અને ૨૧મી મિનિટમાં, આકાશદીપ સિંહે ૩૫મી મિનિટમાં, કોઠાજીત સિંહે ૪૨મી મિનિટમાં અને મનદીપ સિંહે ૪૯મી અને ૫૭મી મિનિટમાં ગોલ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતના મસ્કટમાં એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં શનિવારે પાકિસ્તાને ૩-૧થી હાર આપી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતની સતત બીજી જીત છે. ભારતે આ વર્ષે શરૂમાં ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનમાં ૪-૦થી હરાવ્યું હતું.

એશિયનમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીતનાર જાપાનને રવિવારે મોડી રાત્રે થયેલા મુકાબલામાં ૯-૦થી હરાવીને ભારતીય હોકી ટીમે સતત ત્રીજી જીત નોંધાવી હતી.

Previous articleહેટ મેયર આઈપીએલ-૨૦૧૯માં કરોડોમાં વેચાનારો ખેલાડી હશે : ભજ્જી
Next articleરોડ તુટવાની અનેક ફરિયાદો બાદ તંત્રએ ગાબડા પુરવાના શરૂ કર્યા