રાજુલા, જાફરાબાદ, ખાંભાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન અપાયું

981

રાજુલા કોંગ્રેસ પ્રદેશ ડેલીકેટ બાબુભાઈ જલોંધરા ખેડુત આગેવાન બની ર૦૦ ખેડૂતો સાથે ખેડુતોના ૬ મુદ્દાઓ સામેલ કરી તેમાં મુખ્ય મુદ્દ ભયંકર દુષ્કાળની પરિસ્થિતિએ ખેડુતનો ભો ભેગો થઈ ગયો હોય તેબ ાબતે. રાજુલા જાફરાબાદ ખાંભા ૯૮ વિધાનસભાના તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરી મનરેંગા યોજનાના કામો શરૂ કરવા, ખેડુતોને દેવું માફ કરવું, અને ખેડુતોએ ભરેલ સો ટકા પાક વિમોનું પ્રીમીયમ અનુસંઘાને ખેડુતોને ૧૦૦ ટકા પાક વિમો મેળવો તે પણ ન્યાઈક રીતે સર્વે કરવો, ક્રોપ કટીંગ પણ ન્યાઈક રીતે કરાવવું જેથી તાલુકાઓના પસંદગી પામેલ ગામોથી જ તાલુકાઓનો વિમો પાસ થતો હોય છે. તેમાં છેડછાડ જો થાઈ તો પછી ખેડુતો ગમે તેટલા આંદોલનો કરે કોઈ ફેર વિમા કંપનીને પડતો નથી તે મુદ્દોલક્ષમાં લેવો, આગામી દિવસોમાં ખેડુતોને ધાંચારાની પણ તકલીફ ઉભી થવાની હોય તે બાબતે અગાઉથી કાર્યવાહી કરવી, તેમજ ખેડુતોના અમુક કુવાઓમાં કે સિંચાઈ વિભાગ દ્વારા પાણી માટે વિજળી ટાઈમસર ન આવવાથી ખેડુતોનો વધ્ય્‌ ઘટયો પાક નિષ્ફળ ન જાય તે બાબતે વીજતંત્રને આદેશ કરવો, તેમજ છેલ્લો મુદ્દો ખેડુતલક્ષી અગત્યનો હોય જેમાં ખેતીવાડી ઉપયોગી દવા, ખાતરના ભાવો ખુબ જ વધી ગયા હોય દેવાના ડુંગર નીચે દબાઈ ગયેલ ખેડુતો આ ભાર સહન ન કરી શકે માટે વિલાયતી ખાતર દવાના ભાવો નિયંત્રણમાં લાવવા અને તૈયાર થઈ ગયેલ પાકના ટેકાના ભાવો તાત્કાલિક નક્કી કરી તાત્કાલિક આ તમામ ૬ મુદ્દાઓનો અમલ કરવા બાબતે તાલુકાના ખેડુત અગ્રણીઓ બાબુભાઈ જાલોધરાની આગેવાની તેમજ કરશનભાઈ પટેલીયા, ખાખબાઈ, નગરપાલિકા પ્રમુખ બાલાભાઈ વાણીયા, ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, દાદાભાઈ બારોટ જિલ્લા કોંગ્રેસ સંગઠન મંત્રી, બાબાજણબાપુ તાલુકા સદસ્ય, નાજાભાઈ ખાંભાલ, ગુલામઅલી ફીદાહુસેન, મંગળભાઈ કાતરીયા, ચકુરભાઈ કળસરીયા, દપિકભાઈ જાલોંધરા કોંગ્રેસ તાલુકા પ્રમુખ, ઘનશ્યામભાઈ લાખણોત્રા યુવક કોંગ્રેસ પ્રમુખ, અબ્દુલભાઈ સેલોત સાથે એનએસયુઆઈ પ્રમુખ કરણભાઈ કોટડીયા, ધીરૂભાઈ પટેલ, જયદેવભાઈ વરૂ, ખોડુભાઈ ધાખડા સહિતની સાથે કુલ ર૦૦ ખેડુતોએ પ્રાંત અધિકારી ડાભીને અપાયું આવેદન પત્ર ડેપ્યુટી કલેકટર સંતોષકારક જવાબ આપતા કહ્યું કે ખેડુતોના હિતમાં જ સરકાર દ્વારા કાર્યવાહી કરાશે તેમજ વિવિધ સરકારી તંત્રને ખેડુતો લક્ષી દુષ્કાળ પરિસ્થિતને લક્ષમાં રાખી વાકેફ કરાશે તેવી હૈયાધારણ આપેલ.

Previous articleવલભીપુર સ્ટેટના મહારાજા પ્રવિણસિંહજીની અંતિમયાત્રામાં રાજવીઓ, નગરજનો જોડાયા
Next articleગુજ. વિધાનસભા વિપક્ષનેતા ધાનણી દામનગરના ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા