એમપી ચૂંટણી : પટવારીના વિડિયોથી કોંગ્રેસને નુકસાન

1036

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ચરમસીમા ઉપર છે ત્યારે તમામ પક્ષો પોતપોતાની વ્યૂહરચના ઘડી કાઢવામાં વ્યસ્ત છે. મતદારોનો સંપર્ક કરવા રાજકીય પક્ષો વ્યસ્ત દેખાઈ રહ્યા છે. મતદારો પાસે મત માંગવા ઉમેદવારો પહોંચી રહ્યા છે. દરેક ઉમેદવાર કોઇપણ પ્રકાર જીતની ખાતરી કરવાના પ્રયાસમાં છે. બીજી બાજુ કોંગ્રેસના ઇન્દોરના ધારાસભ્ય જીતુ પટવારીનો એક વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં તેઓ એક મતદારને એમ કહેતા નજરે પડી રહ્યા છે કે, આપને તેમની ઇજ્જત રાખવાની છે. પાર્ટી તેલ લેવા ગઈ. હકીકતમાં ચૂંટણી પ્રચારના સંબંધમાં જીતુ પટવારી ઘેર ઘેર જઇને મત માંગી રહ્યા છે.

આ ગાળા દરમિયાન તેઓ ઇન્દોરના એક ઘરમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ એક મતદાર દંપત્તિના ચરણસ્પર્શ કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. આ ગાળા દરમિયાન તેઓએ કહ્યું હતુું કે, તેમની ઇજ્જત રાખવાની છે. પાર્ટી સાથે તેમને કોઇ લેવા દેવા નથી. સોશિયલ મિડિયા ઉપર આ વિડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. પટવારીના આ વિડિયોને લઇને ભાજપે આકરા પ્રહારો કર્યા છે. મધ્યપ્રદેશ ભાજપે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીએ પહેલાથી જ હાર સ્વીકારી લીધી છે. ઘટતાજતા જનાધારથી કોંગ્રેસ ઉમેદવાર હવે વ્યક્તિગત પ્રચાર કરી રહ્યા છે. મધ્યપ્રદેશની ૨૩૦ સીટો ઉપર ૨૮મી નવેમ્બરના દિવસે મતદાન થનાર છે. પ્રદેશમાં ચૂંટણીના પરિણામ ૧૧મી ડિસેમ્બરના દિવસે જારી કરવામાં આવનાર છે. રાજ્યની રાજનીતિમાં કોંગ્રેસ પાર્ટી દોઢ દશકથી સત્તાથી દૂર છે. સતત ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં અને રાજ્યની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ૮૦ ઉમેદવારોના નામને મંજુરી આપી દીધી છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ નામોને મંજુરી આપી છે. આ વખતે ચૂંટણી ખુબ નજીક છે ત્યારે કોંગ્રેસની અંદર આંતરિક લડાઈ ચરમસીમા ઉપર પહોંચેલી છે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત થશે કે હાર થશે તે બાબતે પરિણામ દર્શાવશે પરંતુ પાર્ટીની અંદર ચૂંટણીથી પહેલા જ હરાવવા અને જીતાડવાની રમત તીવ્ર થઇ ગઇ છે. નેતોની પારસ્પિરક ખેંચતાણ ચાલી રહી છે. એકબાજુ પ્રદેશ અધ્યક્ષ કમલનાથ, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ અને અજયસિંહ છે. બીજી બાજુ પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયા છે જેમને પરોક્ષરીતે પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીનો ટેકો મળેલો છે.

Previous articleમંદિરમાં પૂજાનો અધિકાર હોવો જોઈએ અપવિત્ર કરવાનો નહીં : સ્મૃતિ ઈરાની
Next articleઅસ્થાનાને રાહત : ૨૯મી સુધી ધરપકડ નહીં કરવા આદેશ