બાળકોને બિમારીથી બચાવવા નાની છતાં મજાની કડવી છતાં નરવી (બાવન) બાબતો અંગે સૂચના

1396

(૧) શિશુ ગર્ભમાં હોય ત્યારથી જ માતાની તન અને મનની દુરસ્તી સરી રહે તે માટે બધા ઉપાયો કરવા. (અગાઉની પુસ્તિકામાં જેની વિગત આપેલી છે.) (ર) માતા સર્ગભ બને ત્યારથી જ મા-બાપે શિશુ તથા બાળઉછેરની જાણકારી પુરેપુરી મેળવીને યાદ રાખવી. જેથી તેમનું અમલીકરણ સરળ બને (૩) સુવાવડ નિષ્ણાંત તબીબ પાસે કરવી. જો તે શક્ય જ ન હોય તો ટ્રેઈન્ડ દાયણ પાસે કરાવવી. બને ત્યાં સુધી નર્સિંગ હોમમા ડીલેવરી કરવાવી સલાહભર્યું છે.(૪) જન્મ બાદ એક થી બે કલાકમાં સ્તનપાન શરૂ કરાવી દેવું. શરૂઆતન ઘાટા, પીળા તથા ચીકણાં પ્રવાહી (ખીરૂ) માં પુષ્કળ પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિ હોય છે. લોકો તેને નકામું સમજી ફેંકી દે છે તે ભયંકર ભૂલ છે. તેમાં રહેલું કોલોસ્ટ્રોમ (કોલેસ્ટ્રોરોલ નહીં) નીં કિંમત અબજો રૂપિયામાં પણ ન આંકી શકાય તેટલી મોટી છે. (પ) જો સ્તનપાન કોઈ પણ રીતે શક્ય જ ન હોય તો કોઈ અન્ય ધાત્રી (બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રી) પાસે સ્તનપાન કરાવું તેવી સ્ત્રીનું દુધ પંપ વડે ખેંચી (એક્સપ્રેસ મીલ્ડ) ને સ્વચ્છ વાટકામાં લઈને ચમચીથી પાઈ શકાય છે. હવે તો આવા દુધની બેંકો (મીલ્ક બેંક) પણ મોટા શહેરોમાં શરૂ થઈ છે. (૬) જો તે પણ શક્ય ન હોય તો ગાય કે બકરીનું દૂધ યોગ્ય રીતે ઉકાળીને પછી ઠરવીને (જંતુમુક્ત કરીને) વાટકો તથા ચમચી વડે પીવડાવવું. (૭) બાટલીનો ઉપયોગ ન કરવો. (૮) દૂધની સ્વચ્છતા બાબત ૧૧૦ ટકા ખાત્રી કરવી. (૯) શીશુની મધ ચટાડવું નહી. બાળાગોળી આપવી નહીં, રેચક પદાર્થો કે ઘસારો વગેરે પાવા નહીં નિષ્ણાતો આને મહાપાપ ગણે છે. આ બધુ આપનાં પ્યારા શીશુની હેરાન પરેશાન કરીને અનેક નાની મોટી બીમારી તથક કોઈકવાર ગંભીર બીમારી અને મોતને પણ નિમંત્રે છે. (૧૦) શીશુકે બાળકને આંખોમાં મેશ, કાજળ કે સુરમો આંજવાની હિમાલય જેવી ભૂલ ન કરવી. (૧૧) જો બાળકની છાતી ફૂલેલી હોય તો તેને દબાવવી નહિ કે તેમાંથી પ્રવાહી કાઠવાનો કિમીયો કદી ન કરવો. (૧ર) બાંળકના કાનકે નાકમાં નિષ્ણાંતનિ સલાહ વિના કોઈપણ ટીપાં નાખવા નહીં. (૧૩) બાળકને દર ૩-૪ કલાકે ધવરાવવું (જેની વિગતો અગાઉની પુસ્તિકામાં વિસ્તારથી આપી છે.) (૧૪) ખૂલ્લી વાસી દૂધ કે પ્રવાહી કદી ન આપવું. (૧પ) બાળકને વધુ પડતા ઘોઘાટવાળા સ્થળે ન રાખવું. જરા પણ ઘોંઘાટ ન હોય તો ઉત્તમ (૧૬)વધુ પડતો પ્રકાશ બાળકની આંખમાં ન પડાવા દેવો. (૧૭)શીશુ કે બાળકની હાજરીમાં મા-બાપે કદી ઝગડવું નહિં કે બુમો ના પાડવી કે પ્રેમચેષ્ટા ના કરવી (આ બધી વાતો અને ચેષ્ટા નાના બાળકના કુમળા અર્ધગૃત મન (સબ કોન્સીયસ માઈન્ડ ) માં સંગ્રહીત થાય છે (મનરૂપી કોમ્પ્યુટરમાં સ્ટોર થાય છે.) (૧૮) બાળક હઠે ભરાય તો ‘માર’ને બદલે ‘પ્યાર’ થી સમજાવીને ધીરજથી કામ લેવું (આ પ્યારનો રસ્તો લાંબો અને અધરો છે. જ્યારે માર (મારઝુડ વગેરે) નો પંથ ટુકો ‘શોર્ટ’ છે. પરંતુ યાદ રાખો શોર્ટ કટ એટલે થ્રોટ કટ’ (૧૯)બાળકને વાતાવાતમાં ટોકવું નહીં કે રોકવું નહીં. તુ ડોબો છે, તારામાં અક્કલ નથી વગેરે વાક્યોનો પ્રયોગ કદી કદી ના કરવો (પ્લીઝ). આ નકારાત્મક વાક્યો આપનાં પ્યારા બાળકને ઘાતકી બાળવાખોર યુવાનીની ‘ભેટ’ આપશે. સકારાત્મક વલણ (પોઝીટીવ એટીટ્યુંડ) ની ભેટ બાળકોને આપવી. જેનું મુલ્ય અબજો રૂપિયા કરતા વધું છે. (ર૦) બાળકોનો આહાર તથા આસપાસનું વાતાવરણ (શુદ્ધ હવા વગેરે) અણીશુદ્ધ ચોખ્ખા હવા જોઈએ. (ર૧)બાળકનાં રમકડા વાસણો ઈજા ન પહોંચાડવા ચેવા સ્વચ્છ તથા ધોઈને સાફ કરી શકાય તેવા હોવા જોઈએ. (રર) કપડા ખુલતા (ચુસ્ત કે ટાઈટ નહીં), સ્વચ્છ તથા ઋતુ પ્રમાણે પહેરાવો. (ર૩) પથારી (બેડ), ચાદર, તકીયો વગેરે સ્વચ્છ રાખવા. (ર૪) બાળકનાં શરીરની (દરેક અંગ જેવા કે કાન, નાક આંખ વગેરે ) સફાઈ દરરોજ કે ઋુતુ પ્રમાણે કરવી. (રપ) બાળક સુતુ હોય, રમતું હોય કે લેસન કરતુું હોય તે જગામાં પરુતા હોવા ઉજાસ જરૂરી છે. (ર૬) સાદો સુપાચ્યા, પૌષ્ટીક છતાં ભાવે તેવો સ્વાદીષ્ટ ખોરાક આપવો (આવો આહાર બનાવવો તે એક કળા છે અને વિજ્ઞાન પણ છે. જે કાર્ય મુશ્કેલ જરૂર છે પણ અશ્કય તો નથી જ… બચ્ચે કે લીયે સબ કુછ કરેંગે.) (ર૭) આહાર ધમકાવીને નહીં પણ સમજાવીને આપવો. આ પણ ખુબ જ ધીરજ માંગી લે તેવી કળા છે. (ર૮) દરરોજ નિયમિત પુરતો વ્યાયામ જરૂરી છે. (ર૯) બાળકની સરખામણી અન્ય સાદે કદી કદી કદી ના કરવી. દરેક બાળકને કુદરતે જુદી જુદી શક્તિ અને મર્યાદા બક્ષેલ હોય છે. દરેક બાળકમાં બુદ્ધિ, વિકાસક્ષમતા વગેરે ભીન્ન ભીન્ન હોય છે. માટે અન્ય તેજસ્વી બાળકોને દાખલો આપી તેને ઉતારી પાડવાને બદલે બાળકમાં જે શક્તિ કે આવડત રહલી છે તેને ખરા દિલથી બિરદાવો. તત્ત્વચિંતકોનાં મતે ‘‘પ્રત્સાહન’’ જેવી ઉત્તમ, પવિત્ર ંપ પાક અને મુલ્યવાન કોઈ ચીજ નથી. (૩૦)બાળકનાં આહારમાં ઋુતુ પ્રમાણે ફળો, શાકભાજીનાં સુપ, બાફેલા બેટકા, બાફેલા ગાજર, નરમ ભાત ખીચડી, મોળું દહીં વગેરે આપવા. (૩૧) વધુ પડતાં ગળ્યા, તળ્યાં (તળેલાં), ખાંડ, ગોળ, ચોકલેટ, ફ્‌ાઈડ પોટેટો ચીપ્સ (બટાટાની કતરી) વગેરે કદી ન આપવા. ફાસ્ટફુડ, જંક ફેડ વગેરે પણ ન આપવાં. ટીવી પરની જાહેરાતોનો ધોધ બાળકને જ નહિં, મોટેરાઓને પણ સંમોહીત (હીપ્નોટાઈઝ) કરીને તેઓને લલચાવે છે. માટે સાવધાન !! (૩ર) તાવ, શરદી, ઉધરસ કે અન્ય માંદગી આવે તો પણ આહાર બંધ ના કરવો. સિવાય કે ડોક્ટરની સલાહ હોય. (૩૩) બાળકને પંખા નીચે સુવડાવવામાં વાંધો નથી. પરંતુ પંખો, એરકુલર અથવા એસીની હવાનો પ્રવાહ તેનો શરીર પર સીધો ન આવે તે ખાસ જોવું. (૩૪) નિષ્ણાંતોના મતે પ્રથમ છ મહીના બાળકને માત્ર અને માત્ર સ્તનપાન જ કરવું. પાણી પણ ન આપવવું. ૬ થી ર૦ મહિના દરમિયાન સ્તનપાન ઉપરાંત તદન પાતળી દાળ, શાકભાજીનાં સુપ, તદન નરમ ખીચડી, ભાત બાફેલા છુંદેલા બટેટા વગેરે પૌષ્ટીક છતાં પ્રવાહી ખોરાક આપવો ક્રમશઃ અર્ધ પ્રવાહી આહાર આપવો. (૩પ) નિષ્ણાંતની સલાહ મુજબ નિયમસર રોગવિરોધ રસીઓ (વેકન્સી) મુકાવવી. (૩૬) કેળુ તથા મોળું દહીં ખૂબ જ ઉપયોગી આહાર છે. તેનાથી શરદી, ખાંસી થાય છે તે તદન ખોટી માન્યતા છે. પ થી ૭ ટકા અપવાદ હોઈ શકે. (૩૭) બાળક ધુળમાં રમે, જે ચીજ ઉપર માખી બેસતી હોય તે વસ્તુ ખાય તો તેને કૃમી (વર્મ્સ) થવાની શક્યતા વધુ છે. ઢાંકેલા સ્વચ્છ ગોળા કે અન્ય ગળી વસ્તુથી કૃમિ કદી ગઈ છે. (૩૮) બાળકનાં તનની સાથે મનનું સ્વાસ્થ જળવાય તે માટે તેને રોજ અથવા અઠવાડીયામાં ૩-૪ દિવસ બોધદાયક વાતો, મહાનપુરૂષોનાં જીવનનાં પ્રસંગો સરળ ભાષામાં કહેવા તથા બોધદાયક વાર્તાઓ સંભળાવવી. થોડાં મોટા બાળકોને આ બાબતની પુસ્તિકાઓ વાંચવા માટે સમજાવાની પ્રેરણા આપવી. આમ કરવાથી બચપણ જ બાળકમાં સારા વાંચનનો શોખ ખીલશે. જે ભવિષ્યમાં તેને માટે બેહદ ઉપયોગી થશે. (૩૯) બાળકનાં કુતૂહલ ભર્યા માનસમાં પ્રશ્નો ઉદભવે તેવી રીતે પ્રેરણા આપો અને તેનાં પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીને વધુને વધુ સવાલો પૂછવા માટે પ્રોત્સાહીત કરો. (૪૦) બાઈક કંઈ પણ સારૂ કાર્ય કરે તો દિલથી આબાશી આપો. અવાર નવાર નિર્દોષ ભેટ આપો (વભુ પડતી ચોકલેટની ભેટ તો નો જ આપવી) (૪૧) ‘તું આ કામ સરસ કરે છે, તારામાં આવડત અને હોંશીયારી (ટેલેન્ટ) છે’ તેવું વારંવાર હૃદયપૂર્વક કહીને તેનો આત્મવિશ્વાસ (સેલ્ફકોન્ફીડન્સ)વધારવો. આ રીતે આત્મવિશ્વાસનાં બીજા બચપણથી જ રોયાય તો આત્માવિશ્વાસનું મોટું વૃક્ષ મોટી ઉંમરે પણ ખૂબ જ ખીલીને મધુર ફળો આપશે. (૪ર) અછબડા, ઓરી વગેરે માટે સારવાર કરાવવી, માતાનો પ્રકોપ માની બેસી રહેવાથી ભયંકર પરિણામ આવી શકે. (૪૩) બાળકની કાલી ઘેલી વાતો રસપૂર્વક સાંભળવી. જેથી તેનામાં હકારાત્મક (પોઝીટીવ) વલણ અને કોઈને પ્રેમ સંપાદન થવાની લાગણી અર્ધગ્રત મનમાં (સબકોન્સીયસ માઈન્ડ) સંગ્રહીત થશે. જે મોટી ઉંમરે તેને ખૂબ જ ઉપયોગી થશે. (૪૪) બાળકની વાત વચ્ચેથી કાપી ન નાખવી. આમ કરવાથી તેનાં અર્ધગૃત મનમાં પ્રેમના અભાવની અને મને કોઈ સમજતનું નથી ની ભાવના સ્ટોર થશે જે તેને ભવિષ્યમાં માનસિક રોગોવાળો, બળવાખોર અથવા હિંસક બનાવશે. (૪પ) બાળકને કોઈપણ વાતમાં કે વર્તનમાં એવું ન લાગવું કે જોઈએ કે મારી અવગણના થાય છે. આમ કરવાથી મોટા થઈને તેનામાં બાળવાખોરી અથવા હિંસાખોરીના અવગુણો પેદા થશે. (૪૬) અંગુઠો ચુસવાની કુટેવ ઘણુ નુકસાન કરી શકે છે. તે પ્રેમથી અને સમજાવટથી છોડાવવી. જો આ કુટેવ ચાલું રહે તો દાંત આગળ ઉપસી આવે છે. આ કુટેવથી વારંવાર ઝાડા (ડાયેરીયા) કે ઝૂલાબ થાય છે. (૪૭) ઠ્‌ડા પાણી, આઈસક્રીમ વગેરે ન આપવા. કોઈવાર પ્રસોગોપાત ખૂબ જ થોડાં પ્રમાણમાં આપી શકાય. (૪૮) સંગ્રહ કરેલા ખોરાક (પ્રિઝર્વ્ડ ફુડ), ટીન પેક, ફાસ્ટ ફુડ, જંકફુડ વગેરે પણ પ્રસંગોપાત ખૂબ જ થોડા પ્રમાણમાં આપવા. (૪૯) સ્કૂલે જતા બાળકને વાપરવા પૈસા ન આપવા. જેથી બહારનો ઉધાડો, વાસી ખોરાક ન ખાય. (પ૦) બાળકને નજર ન લાગે તેમ કહી તેને અશુદ્ધ કાજળનાં પટકાં ન લગાડવા (પ૧) બાળક જ્યારે સ્કુલે જવાનુ શરૂ કરે ત્યારે સ્કુલમાં તેનાં મિત્રો, શિક્ષકો વગેરે દ્વારા તેની વર્તણુક કે ગરેવર્તણુક માહિતી મેળવવી, આપને નવાઈ લાગશે કે અમુક બાળકો ૬ થી ૭ વર્ષની વયે ગુટકા, માવા વગેરે ખાતા હોય છે. જે વાતની મા-બાપને ૪-પ વર્ષ પછી પડે છે. એટલે કે બાળક ૧૧-૧ર વર્ષનું થાય ત્યારે ખબર પડે છે. તે વખતે વ્યસન છોડાવવું ખૂબ કપરૂ કામ છે. માટે બાળક બહારનું આચર કુચર ન ખાય અને વ્યસનોમાં તો કોઈપણ હિસાબે ન સપડાય તે માટે ચાપતી નજર રાખવી. (પર) બાળકોનાં આરોગ્ય માટે વરતેજી પ્રકાશનની અગાઉની પુસ્તીકા વાંચવી.

Previous articleઅમૃતસર ટ્રેન દુર્ઘટના : બિહારમાં નવજૌત કૌર સામે કેસ દાખલ થયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે