ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા પર લાગ્યો યૌન ઉત્પીડનનો આરોપ

815

ગત કેટલાક દિવસોથી ઈંસ્ીર્‌ર્ અભિયાન ચર્ચામાં છે. પહેલા બોલિવૂડ તેની ચપટમાં આવ્યું બાદમાં તેની ચિંગારી મીડિયા સુધી પહોંચી ગઇ. ક્રિકેટ જગત પણ તેનાથી અળગુ રહી શક્યું નહી. ઈંસ્ીર્‌ર્ની લપેટમાં ઘણી પ્રખ્યાત હસ્તિઓના નામ પણ સામે આવી રહ્યા છે અને આ તમામ હસ્તિઓમાં ક્રિકેટરોના નામ પણ શામેલ છે.ભારતના એક માત્ર અકિલા ક્રિકેટ ખેલાડી અમિત મિશ્રા પર પણ યૌન ઉત્પીડનનો આરોપ લાગી ચૂક્યો છે. વર્ષ ૨૦૧૫માં બેંગ્લોરમાં ટીમ ઇન્ડિયાના આ બોલર પર એક મહિલા મિત્રએ મારપીટ અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો, જેના પછી બેંગ્લોર પોલીસે તેની ધરપકડ કરી હતી. પોતાની ફરીયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તે ક્રિકેટરને મળવા તેના રૂમમાં ગઇ ત્યારે મિશ્રાએ તેનું યૌન ઉત્પીડન કર્યું હતું. જોકે, આ મામલામાં અમિત મિશ્રાને તરત જ જામીન મળી ગયા હતાં અને બાદમાં મહિલાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.મિશ્રાએ ટીમ ઇન્ડિયા માટે ફેબ્રુઆરી ૨૦૧૭માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જોકે હાલમાં તે આઇપીએલ અને ઘરેલૂ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.

 

Previous articleસ્વિસ ઇન્ડોર ટેનિસ ટુર્નામેન્ટમાં ફેડરર બીજા રાઉન્ડમાં
Next articleપોઇન્ટની બસો સવાર-સાંજ ખાલીખમ, અન્ય રૂટોમાં ફેરવવા વિચારણા