ટૂર્નામેન્ટ પહેલા નવી રણનીતિ બનાવવી પડશે : હરમનપ્રીત કૌર

863

આગામી મહિને યોજાનારા મહિલા ટી-૨૦ વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને ડર લાગ્યો છે. ભારતીય મહિલા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે લાગે છે કે વેસ્ટ ઇન્ડિઝની પીચો અને વાતાવરણને કારણે ખેલાડીઓને પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

હરમનપ્રીત કૌરે આઇસીસી માટે લખેલા પોતાની કૉલમમાં લખ્યું, ‘વેસ્ટ ઇન્ડિઝમાં વાતાવરણ ખુબ મુશ્કેલભર્યુ હોય છે. આનાથી માત્ર ઉંચા કેચો જ પ્રભાવિત નથી થતા કેપ્ટન, બેટ્‌સમેન અને બૉલર-ફિલ્ડર બધા વચ્ચે અંતર વધી જાય છે.’

તેને કહ્યું અમારા વિચારવું પડશે કે કયા બૉલરને ક્યારે બૉલિંગ કરાવવી, કઇ બાજુથી કયો શૉટ રમવો. અમારે ટૂર્નામેન્ટ પહેલા નવી રણનીતિ બનાવવી પડશે.

હરમનપ્રીત કૌરે કહ્યું કે વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર રમવું અલગ વાત હોય છે. માત્ર અમે નહીં બધી ટીમોને આ વાતની મુશ્કેલી નડશે. ત્યાંની પીચો પણ ધીમી છે. અમારી મેચો બપોર પછીની છે જેથી ઝાકળ અને સાંજે ગ્રીપમાં પ્રૉબ્લમ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી મહિને ૯ થી ૨૪ નવેમ્બર દરમિયાન વેસ્ટ ઇન્ડિઝમાં આઇસીસી વર્લ્ડ ટી૨૦ વર્લ્ડકપ રમાવવાનો છે.

Previous articleનિર્માતા આનંદ પંડિતની આગામી ફિલ્મ “બાજાર”ની વિશેષ સ્ક્રીનિંગ!
Next articleભારત-વિન્ડીઝ વચ્ચે આજે ત્રીજી વનડે મેચ