શેત્રુંજી નહેર અવતરણ અભિયાન તળે ખારી ગામે ખેડુતોની મળેલી બેઠક

761

તા. ર૬, મહુવા, ખારી ગામના સરપંચ કનુભાઈ ગોહિલના પ્રયાસથી તેમની વાડી મુકામે સમગ્ર ખારી ગામના જાગૃત આગેવાનો, વડીલો, તથા નવરાત્રી મંડળના સદસ્ય્‌ સાથે મળી ર૦૦૦ જેટલા ગ્રામજનોનું સ્નેહ સંમેલન મીટીંગ મળી હતી.

ખેડૂત આગેવાન આંદોલકારી અશોક ભાલીયાએ સૌ ગ્રામજનોને ખેડૂત અગ્રણી મનુભાઈ ચાવડાનો સંદેશ આપતા મેથળી બંધારા સ્વભૂનિર્માણની સફળતા સાથે ખેડૂતો ઈચ્છે તો બગદાણા પંથકમાં સિંચાઈ માટે પાણીની સમસ્યા નિવારવા શેત્રુંજી નહેર અવતરની જરૂરીયાત સમજીને આપણે આ અભિયાનનો પ્રારંભ કરવા હાંકલ કરતાં સૌ ગ્રામજનોની જ યજમાનીમાં લોકહીત માટેના ઐતિહાસિક શેત્રુંજી નહેર અવતરણ અભિયાનના વિશાળ ખેડૂત સંમેલનને સફળ બનાવવાનો નિર્ધાર કર્યો.  આ મીટીંગને ગોવિંદભાઈ કળસરીયા, ધીરૂભાઈ ભીલ, ભીમભાઈ શિયાળ, મહેશભાઈ જાની, બુધાભાઈ મકવાણા, અમરાભાઈ રાઠોડ વિગેરે આગેવાનોએ સફળ બનાવવા પ્રયાસ કરેલ.

Previous articleવિહીપ દ્વારા આવેદનપત્ર અપાયું
Next articleસ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરના વિરમેધનગરમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો