સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરના વિરમેધનગરમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

756

ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયના ફીલ્ડ આઉટરીય બ્ય્રો, ભાવનગર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભાવનગર શહેરના વિરમેઘનગરમાં વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચાલતી યોજનાઓ અંગે જાણકારી પુરી પાડવાની સાથે સ્વચ્છતા સંદર્ભે લોક જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર મહાપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જે.એમ. સોપુરા, ચીફ સેનટરી ઈન્સ્પેકટર એ.એસ.રોહિત, ચીફ સેનટરી ઈન્સ્પેકટર જીતુભાઈ ગરચર, સામાજીક કાર્યકર્તા જીવણભાઈ પરમાર, સામાજીક આગેવાન ભરતભાઈ, સ્થાનીક આગેવાન ચંદ્રકાંતભાઈ મકવાણાની ઉપસ્થીતિમાં યોજાયેલ  કાર્યક્રમની શરૂઆત  પ્રાર્થના અને દીપ પ્રાગટય વિધી કરી કરવામાં આવી હતી.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભાવનગરના અધિકારી દેવેન્દ્ર ત્રિવ્દીએ મહેમાનોના સ્વાગતની સાથે કાર્યક્રમના હેતુને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે વર્ષ ર૦૧૪થી દેશભરમાં શરૂ થયેલ સ્વચ્છ ભારત અભિયાન હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે અભિયાનની  સફળતા માટે સ્વચ્છતા સંદર્ભે લોકોની જાગૃતતા અને સ્વચ્છતા જાળવવા સરકારી તંત્ર દ્વારા કરાતી કામગીરીમાં લોકોનો સહયોગ અનિવાર્ય છે. સ્વચ્છતાની શરૂઆત સ્વયંથી કરી પોતાની શેરી અને શહેરને સ્વચ્છ રાખવાની અપીલ કરવાની સાથે સ્વચછ ભારત અભિયાન સાથે જોડાયેલી સરકારની વિભિન્ન યોજનાઓની માહિતી પણ આપી હતી.

મહાપાલિકાના નાયબ કાર્યપાલક ઈજનેર જે.એમ.સોપુરાએ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન સાથે સંકળાયેલ યોજનાઓ અને કામગીરની માહીતી આપી હતી. મહાપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વીભાગ દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા કરાતી કામગીરીની માહીતી આપતા સ્થાનિક રહીશોને ભીના સુકા કચરાને અલગ રાખવા અપીલ કરી હતી. તેમજ મહાપાલીકા દ્વારા આ વીભાજીત કચરાનો જુદીજુદી રીતે નિકાલ થતો હોવાની તેમજ આ કચરાના યોગ્ય વ્યવસ્થાપન દ્વારા કચરમાંથી ઉર્જા તેમજ ખાતરનું ઉત્પાદન થતું હોવાની જાણકારી પુરી પાડી હતી.

Previous articleશેત્રુંજી નહેર અવતરણ અભિયાન તળે ખારી ગામે ખેડુતોની મળેલી બેઠક
Next articleરાજુલા ન.પા.ના છુટા કરાયેલા સફાઈ કામદારો દ્વારા ગાંધીનગરમાં રજુઆત