મહુવામાં અજંપા ભરી શાંતિનો માહોલ

1104

મહુવામાં ત્રણ દિવસ પુર્વે વિહિપના પ્રમુખની હત્યા બાદ સમગ્ર શહેરમાં શાંતિ વ્યવસ્થા ડહોળાઈ હતી જેમાં ગુરૂવારે મોડી રાત્રે તોફાની તત્વોએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. ઠેર-ઠેર આગજની પથ્થર મારા સાથે તોડફોડ થવા પામી હતી.

ત્રણેક દિવસ પુર્વે મહુવા શહેરમાં કોઈ જુની અદાવતે મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશ ગુજરીયાની હત્યા થવા પામી હતી. લઘુમતી સમાજના શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હોય આ હત્યા બાદ કોમી એકતામાં પલીતો ચંપાયો હતો અને મહુવામાં જાહેર શાંતિ હણાઈ હતી. અને તા. રપ-૧૦ના રોજ રાત્રીના સમયે તોફાની ટોળાએ મકાનોને વાહનો તથા દુકાનો સળગાવી પથ્થર મારો કર્યો હતો જેને લઈને સમગ્ર શહેર પોલીસ છાવણીમાં તબદીલ થયું હતું. તથા એસઆરપી જવાનોએ સુરક્ષા વ્યવસ્થા સોંપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી મહુવા શહેર સજ્જડ બંધ રહ્યું છે. આજે પણ જિલ્લા પોલીસ વડા આઈ.જી. સહિતનો કાફલો તથા જિલ્લા કલેકટર મહુવા પહોંચ્યા હતાં. દરમ્યાન કલેકટરએ જાહેરનામુંબ હાર પાડયું છે કે આજથી ૭ દિવસ માટે મહુવા શહેરમાં  ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી છે. તો પોલીસ તંત્ર દ્વારા ૧૪૪મી કલમ લાગુ કરી દેવામાં આવી છે.

આજે એકતા સમિતિ દ્વારા શાંતિ માટે રેલી

તા. ર૭-૧૦ના રોજ સવારે હિન્દુ-મુસ્લિમ સમુદાયના આગેવાનો એકઠા થઈ મહુવાની બજારોમાં પગપાળા ફરિ લોકોને શાંતિ જાળવવા તથા પોતાના ધંધા રોજગાર નિર્ભય પણે શરૂ કરવા અનુરોધ કરવામાં આવશે તથા લોકોમાં આપસી ભાઈચારો મજબુત બને તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવુ જાણવા મળ્યુ છે.

કથા અંગે સહયોગની ખાત્રી

તા. ર૭-૧૦ના રોજ મહુવાના તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુના વ્યસાસને રામકથા શરૂ થઈ રહી છે. એવા સમયે મહુવામાં જાહેર સુલેહશાંતિ ડહોળાઈ હોય પરંતુ મહુવા લઘુમતી સમાજના અગ્રણીઓ દ્વારા પૂ. બાપુને ખાત્રી સાથે જણાવ્યું હતું કે શાંતિ પુર્ણ માહોલ વચ્ચે કથા યોજાશે સમાજ તમામ તબબકે મદદરૂપ થશે જયાં જે કોઈ જરૂર હશે તે તમામ બાબતોની સેવાકિય જવાબદારીઓ ઉઠાવશે.

Previous articleમોરારી બાપુ સાંત્વના આપવા પહોંચ્યા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે