ખુશખબર..!! દિવાળીમાં રેલવે ૩૨૧ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

742

દિવાળીના તહેવારોમાં પરિવહનના તમામ મધ્યમો ઉપર મુસફરોનો ભારે ધસારો રહેશે. સસ્તી મુસાફરીમાં ટ્રન મારફતે થતી હોય છે અને તહેવારો દરમિયાન ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ બની જાય છે. ત્યારે ભારતીય રેલવે દ્વારા દિવાળીના તહેવારોમાં સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળીથી લઇને છઠના પ્રસંદ સુધી રેલવેએ ટ્રેન અંગે ખાસ પ્લાનિંગ કર્યું છે. આ પ્રસંગે ભારતીય રેલવે ૩૨૧ ખાસ ટ્રેન ચલાવશે. જો હજુ પણ આપની ટિકિટ બુક ન થઈ હોય તો કન્ફર્મ ટિકિટ મળી શકે છે.

૦૪૦૪૩/૦૪૦૪૪ ગયા-આનંદ વિહાર-ગયા સ્પેશિયલ

આ ટ્રેન ૪ નવેમ્બરથી ૧૮ નવેમ્બર સુધી ચાલશે. જે ૦૪૪૪૩ ગયાથી દરેક રવિવાર રાતે ૧૧ઃ૨૦ કલાકે રવાના થઈ બીજાના દિવસે સાંજે ૫ઃ૪૫ કલાકે આનંદ વિહાર પહોંચશે. તેમજ ૦૪૯૪૪ દરેક રવિવારે ૦૦ઃ૧૦ કલાકે આનંદ વિહારથી રવાના થઈ રાતે ૮ઃ૨૦ કલાકે ગયા પહોંચાડશે.

૦૪૪૨૧/૦૪૪૨૨ પટના-આનંદ વિહાર-પટના સ્પેશિયલ

આ ટ્રેન ૨૦ ઑક્ટોબરથી ચાલી રહી છે, જે ૧૭ નવેમ્બર સુધી ચાલશે. ૦૪૪૨૧ દર શનિવારે સાંજે ૭ઃ૩૫ કલાકે ચાલશે અને બીજા દિવસે ૨ઃ૧૦ કલાકે આનંદ વિહાર પહોંચશે અને આનંદવિહારથી દરરોજ શનિવારે ૦૦ઃ૧૦ કલાકે ચાલશે અને બીજા દિવસે બપોરે ૪ઃ૨૦ કલાકે પટના પહોંચશે.

૦૪૪૦૧/૦૪૪૦૨ આનંદ વિહાર-કટરા-આનંદ વિહાર સ્પેશિયલ

આ ટ્રેન ૧૫ ઑકટોબરથી શરૂ થઈ ૧૬ નવેમ્બર સુધી ચાલશે. ૦૪૪૦૧ આનંદ વિહારથી દરેક મંગળવાર અને ગુરૂવારે રાતે ૧૧ઃ૦૦ કલાકે રવાના થઈ આગળના દિવસે બપોરે ૨ઃ૩૦ કલાકે કટરા પહોંચશે તેમજ ૦૪૪૦૨ દરેક બુધવારે અને શુક્રવારે કટરાથી રાતે ૧૧ઃ૩૦ કલાકે રવાના થઈ આગળના દિવસે ૧૪ઃ૨૦ કલાકે આનંદ વિહાર પહોંચાડશે.

૦૪૦૨૩/૦૪૦૨૪ દરભંગા-દિલ્હી-દરભંગા એ.સી. સ્પેશિયલ

આ ટ્રેન ૫ નવેમ્બરથી ૧૬ નવેમ્બર સુધી ચાલશે. ૦૪૦૨૩ દરેક મંગળવાર અને શુક્રવારે દરભંગાથી ૧૨ઃ૦૦ વાગ્યે રવાના થશે અને બીજા દિવસે ૧૨ઃ૪૦ વાગ્યે દિલ્હી પહોંચશે અને ૦૪૦૨૪ દરેક સોમવાર તથા ગુરૂવારે સવારે ૧૧ઃ૧૫ કલાકે રવાના થઈ બીજા દિવસે ૦૯ઃ૩૦ કલાકે દિલ્હી પહોંચશે.

૦૪૪૦૩/૦૪૪૦૪ બરૌની-નવી દિલ્હી-બરૌની સ્પેશિયલ

આ ટ્રેન ૧૭ ઑક્ટોબરથી ચાલી રહી છે જે ૧૭ મી નવેમ્બર સુધી ચાલશે. ૦૪૪૦૩ બરૌનીથી દર બુધવાર અને શનિવારે રાતે ૯ઃ ૩૫ કલાકે રવાના થઈ બીજા દિવસે ૧૦ઃ૧૦ કલાકે નવી દિલ્હી પહોંચશે તેમજ ૦૪૪૦૪ દરેક મંગળવાર અને ગુરૂવારે નવી દિલ્હીથી સાંજે ૭ઃ૨૫ કલાકે રવાના થઈ સાંજે ૭ઃ૪૫ કલાકે બરૌની પહોંચશે.

Previous articleકર્ણાટકના સીએમનું વિચિત્ર નિવેદનઃ ’હું બહુ દિવસ જીવતો નહીં રહુ’
Next articleમોદીના માનીતા અઢિયા પર ભ્રષ્ટાચારનો આરોપ મુકાયો