ફ્રેંચ ઓપન બેડમિન્ટન : ક્વૉર્ટર ફાઇનલમાં સાઇના નેહવાલની હાર

889

ફ્રેંચ ઓપન બેડમિન્ટનના ક્વોર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતની સાઇના નેહવાલને હારનો સામનો કરવો પડ્યો છે. વિશ્વની નંબર વન ખેલાડી તાઇ ઝુ યિંગએ સાઇના નેહવાલને ૨૦-૨૨ અને ૧૧-૨૧થી હરાવી ટૂર્નામેન્ટથી બહાર કરી દીધી છે. સાઇના એ પ્રથમ ગેમમાં સારૂ પ્રદર્શન કર્યુ પરંતુ તેના પછી તે ચીની તાઇપૈની ખેલાડી સામે ટકી શકી નહી અને ૨૦-૨૨, ૧૧-૨૧થી હારી ગઇ. આ સાઇનાની તાઇ-ઝુ સામે સતત ૧૨મી હાર છે.

ત્યાં જ આ પહેલા પીવી સિંધૂએ જાપાનની સાયાકા સાતોને સીધી ગેમમાં હરાવી ક્વોર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યુ પરંતુ બી સાઇ પ્રણીત હારીને બહાર થઇ ગયા. ત્રીજી પ્રાધાન્યતા પ્રાપ્ત સિંધૂએ સાયાકાને ૨૧-૧૭ અને ૨૧-૧૬થી હરાવી દીધી. હવે સિંધૂનો સામનો સાતમા સ્થાને રહેલ હિ બિંગજીયાઓથી થશે. બીજી અને પ્રણીતને ઇંડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીએ ૨૧-૧૬ અને ૨૧-૧૪થી હરાવી.

પુરૂષ યુગલમાં સાત્વિક સાઇરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી તથા મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની જોડીએ પણ અંતિમ આઠમાં પોતાનું સ્થાન નિર્ધારિત કર્યું. સાત્વિક અને ચિરાગે ચીનનાં હિ જિતિંગ અને તાન કિયાંગને ૨૧-૧૩ અને ૨૧-૧૯થી હરાવ્યા, જ્યારે મનુ અને સુમિતે ચીનનાં લિયૂ ચેંગ અને ઝાંગ નાનની ત્રીજુ સ્થાન ધરાવનાર જોડીને ૨૧-૧૪ અને ૨૧-૧૬થી હરાવ્યા. મેઘના જે અને પૂર્વિષા એસ રામની ચોથું સ્થાન ધરાવતી જોડીએ ઇંડોનેશિયાની ગ્રેસિયા પોલી અને અપ્રિયાની રાહાયુને ૨૧-૧૫ અને ૨૧-૧૩થી હરાવ્યા.

Previous articleદહેગામ સિનિયર સિટીઝન કાઉન્સિલનો કાર્યક્રમ યોજાયો
Next articleસંદીપ સાથે સમય પસાર કરવા આતુર છુંઃપૂજા બેનર્જી