ટાટમ, ગોરડકા વચ્ચે ગમખ્વાર અકસ્માત  એક મહિલા સહિત બે વ્યકિતઓના મોત

1542

ગઢડા (સ્વામીના) નજીક આવેલ ગોરડકા- ટાટમ ગામ વચ્ચે આઈશર અને મોટરકાર  વચ્ચે ભયાનક અકસ્માત થતા એક મહિલા સહિત બે વ્યકિતના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામેલ છે.

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર બોટાદ મુકામે રહેતા અશ્વિનભાઈ કાળુભાઈ વિઠ્ઠાણી (ઉ.વ.૩૦) તથા તેમના પરિચિતિ અને પડોશી જલ્પાાબેન વિશાલભાઈ ઘેલાણી (ઉ.વ.રપ) જલ્પાબેનના ભાઈની સગાઈના કામ બાબતે ગઢડા તાલુકાના અડતાળા ગામ તરફ જવા વહેલી સવારે નિકળયા હતા આ દરમિયાન બોટાદ તરફ જઈ રહેલા દુધના કેન ભરેલુ આઈશર નં. જી.જે.૩ એવી ૮૭૯૧ના ચાલકે બેફામ રીતે ચલાવતા સામેથી આવી રહેલ વોકસ વેગન કાર જી.જે.૧ કે.બી. ૮૧૩૯ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દરમિયાન ગેસથી ચાલતી કારમાં ધડાકાભેર બ્લાસ્ટ થઈને આગ લાગી ગઈ હતી. આ અકસ્માત દરમિયાન અશ્વિનભાઈ અને જલ્પાબેન રહે. બોટાદનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. તેમજ સાથે કારમાં બેસેલ બાળકી જીનલ કેશવભાઈ અણધણ (ઉ.વ.૧પ)ને ઈજા થવા પામીહ તી. તેમજ આઈશરમાં ડ્રાઈવર સાથે મુસાફરી કરી રહેલા રામશી કાનાભાઈ ભરવાડ (ઉ.વ.રપ)ને પણ ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતા ગઢડા પીએસઆઈ ગોસ્વામી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે કેટલાક ખાસ પ્રકારના વાહન ચાલકો દ્વારા માનવ જીંદગી જોખમાય તેવી રીતે બેફામ ડ્રાઈવિંગ કરવામાં આવે છે. જેબ ાબતે ગંભીરતાથી પગલા લેવામાં આવે તે ઈચ્છનીય છે.

Previous articleપાલિતાણા બીઆરસી સહિત ટીમનું શિક્ષણમંત્રીના હસ્તે થયેલું સન્માન
Next articleગુજરાતી ફિલ્મ ‘ડેડી આઈ લવ યુ’ના કલાકારો ભાવનગર આવી પહોંચ્યા