રણબીર કપૂર -આલિયા ભટ્ટ વૉગ મેગેઝીનના કવર પેજ પર ચમક્યાં

873

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. બંનેને અવારનવાર એકબીજા સાથેસ્પોટ કરવામાં આવ્યાં છે. તાજેતરમાં જ આલિયા રણબીરના પિતા ઋષિ કપૂરને મળવા માટેઅમેરિકા પહોંચી હતી. હવે વૉગ મેગેઝીને પણ બંનેને સાથે લીધાં છે. આ મેગેઝીને બંનેને વિશેષ સન્માન આપ્યું છે. વૉગના ‘વુમન્સ ઑફ ધ યર અવોર્ડ ૨૦૧૮’  હેઠળ રણબીર કપૂરને મેન ઑફ ધ યર અને આલિયા ભટ્ટને વૉગ યર યૂથ આઇકન ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી છે. આ ખાસ કાર્યક્રમમાં ફિલ્મી જગતના મોટાભાગના સ્ટાર્સ હાજર રહ્યાં હતા. કરીના કપૂર, આલિયા ભટ્ટ, રાધિકા આપ્ટે, કરિશ્મા કપૂરે પોતાના આકર્ષક અને ગ્લેમરસ અંદાજથી વૉગના રેડ કાર્પેટ પર જલવો વિખેર્યો હતો. આ ઇવેન્ટમાં કરીના કપૂરને મોસ્ટ સ્ટાઇલીશ એક્ટ્રેસનો અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર અમેરિકાના ન્યુયૉર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. નીતૂ સિંહ પણ તેની સાથે છે. રણબીર કપૂર સતત ત્યાં અવર-જવર કરી રહ્યો છે. પરંતુ તાજેતરમાં જ રણબીરની કથિત ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ અમેરિકા ઋષિ કપૂરને મળવા પહોંચી હતી. તેમની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Previous articleફિલ્મ મંગલયાનમાં તાપસી, નિમ્રત કૌર, સોનાક્ષી સિંહા ચમકશે
Next articleઅર્જુન-મલાઇકાનાં લગ્નની ચર્ચાઓ, અરબાઝે કહ્યું “દરેકને સારી પત્નીની ઇચ્છા હોય છે….