એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી : જાપાનને ૩-૨થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું ભારત

883

ભારતે એશિયાઇ રમત સ્વર્ણ પદક વિજેતા જાપાનને ૩-૨થી હરાવીને એશિયાઇ ચેમ્પ્યિન્સ ટ્રોફીના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્યાં તેમનો સામનો પાકિસ્તાનથી થશે. રાઉન્ડ રોબીન ચરણમાં જાપાનને ૯-૦થી હરાવનારી ભારતીય ટીમને આજે જોરદાર ટક્કર મળી. ભારત માટે ગુરજંટ સિંહે ૧૯મી મિનિટમાં પહેલો ગોલ કર્યો જ્યારે ચિંગલેનસાના સિંહે ૪૪મી મિનિટમાં બીજો ગોલ કર્યો.

દિલપ્રીત સિંહે ૫૫મી મિનિટમાં ત્રીજો ગોલ કર્યો. ત્યારે જાપાને ૨૯મી અને ૫૬મી મિનિટમાં ગોલ કર્યા. ફાઇનલમાં ગત ચેમ્પ્યિન ભારતનો સામનો પાકિસ્તાનથી થશે. તે બીજી સેમી ફાઇનલમાં મલેશિયાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યાં.

ટૂર્નામેન્ટમાં બીજી સેમીફાઇનલ પાકિસ્તાન અને એશિયાઇ રમતના ઉપવિજેતા મલેશિયાની વચ્ચે રમવામાં આવશે. પાકિસ્તાનની અંતિમ લીગ મેચમાં કાલે મલેશિયાને ૧-૦થી હરાવ્યા હતા. જ્યારે જાપાનને મેજબાન ઓમાનને ૫-૦થી હાર આપી હતી. ભારતની લીગ મેચ બાદ સૌથી વધારે ૧૩ અંક રહ્યા. પાકિસ્તાન અને મલેશિયાના એક બરાબર ૧૦-૧૦ અંક રહ્યા. પરંતુ સારા ગોલ સરેરાશના આધાર પર પાકિસ્તાન બીજા અને મલેશિયા ત્રીજા સ્થાન પર રહ્યુંય. જાપાનને ચોથું સ્થાન મળ્યું. દક્ષિણ કોરિયા અને ઓમાનની ટીમ પાંચમાં-છઠ્ઠા સ્થાન માટે રમશે.

ટોચ પર રહેલી ટીમની સેમીફાઇનલમાં ચોથા નંબરની ટીમથી મુકાબલો થશે અને ભારતનો જાપાન સાથે મુકાબલો થશે. ભારત જે ફોર્મમાં રમી રહી છે તેનાથી આ આશા કરવામાં આવી રહી છે કે તે ફાઇનલમાં પહોંચશે.

Previous articleધોની ટેસ્ટની જેમ વન-ડેમાં પણ ક્રિકેટને અલવિદા કહી વિશ્વ જગતને અચંબિત કરશે..!!?
Next articleક્રિસ બ્રોડની વન-ડે ક્રિકેટમાં મેચ રેફરી તરીકે ત્રેવડી સદી