રાણપુરમાં અબોલ પશુઓ માટે ઉપવાસ પર બેસેલા પશુ પ્રેમીએ પ્રશ્ન ઉકેલાતા પારણા કર્યા

750

બોટાદ જીલ્લાના રાણપુરમાં સરકારી દવાખાના પાસે આવેલ એકમાત્ર અબોલ પશુઓ માટે નો અવાડો છેલ્લા કેટલાય સમયથી ગંદકી થી ખદબદી રહ્યો હતો અને રોડ ની બરોબર અવાડો આવી ગયો હતો જેના લીધે અબોલ પશુઓ ગંદુ પાણી જોઈને તરસ્યા પાછા જતા હતા ત્યારે રાણપુરના જાગૃત નાગરીક મહેશભાઈ ભીખાભાઈ ઘાઘરેટીયા નવા અવાડાની માંગ અને અવાડાની જગ્યામાં કરેલા દબાણ હટાવવાની માંગ સાથે તલાટી અને સરપંચને રજુઆત કરી હતી પણ આ રજુઆત ની કોઈ અસર નહી થતા મહેશભાઈ ભીખાભાઈ ઘાઘરેટીયા રાણપુર ગ્રામ પંચાયત સામે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ ઉપર બેસી ગયા હતા ઉપવાસ ચાલુ થયા ને બીજા દીવસે નવો અવાડો બનાવવાનુ ચાલુ કરતા રાણપુર ભાજપના આગેવાન અને એપીએમસીના ચેરમેન નરેન્દ્રભાઈ દવે,ભાજપના આગેવાન અને પુર્વ સરપંચ જીવાભાઈ રબારી આ બન્ને આગેવાનોની સમજાવટ થી ઉપવાસ પર બેઠેલા મહેશભાઈ ભીખાભાઈ ઘાઘરેટીયાએ પારણા કર્યા હતા આ અંગે મહેશભાઈ ઘાઘરાટીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે અબોલ પશુ માટે નવો અવાડો બનાવવાનુ ચાલુ થતા ઉપવાસ પુરા કરી પારણા કર્યા છે અને આગામી દીવસોમાં અવાડાની જગ્યામાં કરેલા દબાણો હટાવવાની માંગ ચાલુ રહેશે.

Previous articleધંધુકાના આકરૂ ગામેથી એકતાયાત્રા રથનો કરાવ્યો પ્રારંભ
Next articleયોગ પીઠ સાથે વ્યાસપીઠ સેવામાં તત્પર રહેશે : પૂ. બાપુ